Breaking News : ગુજરાતમાં વીજળી પડવાથી 7ના મોત, અનેક વિસ્તારમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ Video
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગઈ કાલે ગુજરાતમાં એક જ દિવસમાં વીજળી પડવાથી કુલ 7 લોકોના મોત નિપજ્યાં છે. રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગઈ કાલે ગુજરાતમાં એક જ દિવસમાં વીજળી પડવાથી કુલ 7 લોકોના મોત નિપજ્યાં છે. રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટમાં સાડા 3 ઈંચ અને ગોંડલમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેટકોના સબ સ્ટેશનમાં વીજળી પડતા પાવર સપ્લાય ઠપ્પ થઈ ગયો છે. ધારી, દાહોદ, ધાનપુર, સુરતના માંગરોળમાં વીજળી પડી હતી. જેમાં અલગ- અલગ જગ્યાએ 7 લોકોના મોત નિપજ્યાં છે. પાવી જેતપુર અને મોકળ ગામમાં વીજળી પડવાથી મોત થયું છે. તો દાહોદમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ધણા સ્થળોએ પણ વરસાદ પડી શકે છે.
