AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઝેરી લઠ્ઠાકાંડ: વધુ એક આરોપી વડોદરાથી ઝડપાયો, સાવલી પોલિસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો

ઝેરી લઠ્ઠાકાંડ: વધુ એક આરોપી વડોદરાથી ઝડપાયો, સાવલી પોલિસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 3:04 PM
Share

બોટાદ ઝેરી દારૂકાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપી વડોદરાથી (Vadodara) ઝડપાયો છે. વડોદરાના સાવલી પોલીસે (Savli Police) બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો છે.

બોટાદના (Botad) બરવાળા ઝેરી દારૂ કાંડમાં (Barvala hooch tragedy) અનેક જિંદગીનો ભોગ લેવાયા છે. ત્યારે બોટાદ ઝેરી દારૂકાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપી વડોદરાથી (Vadodara) ઝડપાયો છે. વડોદરાના સાવલી પોલીસે (Savli Police) બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો છે. આ આરોપી સાવલીના પરથમપુરા ગામે સંબંધીને ત્યાં રોકાયો હતો. જ્યાંથી પોલીસે તેને ઝડપી લીધો છે. આરોપી પાસેથી પોલીસે બે મોબાઈલ અને રોકડ મળી કુલ 21 હજાર 980નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો સાવલી પોલિસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.

આ પહેલા 21 આરોપીની ધરપકડ

તો આ પહેલા ઝેરી દારુકાંડમાં સંડોવાયેલા 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને આજે પોલીસ (Botad police) કોર્ટમાં રજૂ કરી શકે છે.આ આરોપીઓ સામે બરવાળા, ધંધુકા અને રાણપુરમાં ફરિયાદ નોંધાયેલી છે. જેમાં બરવાળામાં 14 લોકો સામે ફરિયાદ થઈ છે, તેમાંથી 7 આરોપીની ધરપકડ કરાઈ છે. રાણપુરમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, તેમાંથી 6 આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે ધંધુકામાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જે તમામની ધરપકડ કરવામાં આવી છે.

ઝેરી દારૂકાંડમાં મોતનો સિલસિલો યથાવત

બરવાળા ઝેરી દારૂકાંડમાં (Barvala Lattha kand) મોતનો આંકડો વધીને 42 પર પહોંચી ગયો છે.અત્યાર સુધીમાં માત્ર સર ટી હોસ્પિટલમાં જ કુલ 17 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે. અને વિવિધ હોસ્પિટલમાં (hospital) કુલ 144 લોકો સારવાર હેઠળ છે. જેમાં સર ટી હોસ્પિટલમાં 73 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 5ની હાલત ગંભીર છે. મોતનો આંકડો વધવાની શક્યતા છે. કયા ગામમાં કેટલા મોત થયા તેની વાત કરીએ તો, રોજિદ ગામમાં (rojid Village) 10 લોકોનાં મોત થયા છે. જ્યારે દેવગાણા ગામમાં 5 લોકોનાં મોત થયા છે. ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોનાં મોત થયા છે. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે. જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે.

g clip-path="url(#clip0_868_265)">