ઝેરી દારૂકાંડ મુદ્દે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના રાજીનામાની માગ સાથે નેતાઓના ધરણાં, જુઓ VIDEO

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે કે, 10 ઓગસ્ટ સુધીમાં હર્ષ સંઘવી રાજીનામું નહીં આપે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 31, 2022 | 7:29 AM

બોટાદ ઝેરી દારૂકાંડ મુદ્દે (Botad Hooch Tragedy) ગુજરાત કોંગ્રેસ આક્રમક બની છે. બોટાદમાં ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) દિગ્ગજ નેતાઓ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના (harsh Sanghavi) રાજીનામાની માગણી સાથે ધરણાં પર બેઠા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે કે, 10 ઓગસ્ટ સુધીમાં હર્ષ સંઘવી રાજીનામું નહીં આપે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. એટલું જ જગદીશ ઠાકોરએ (Jagdish Thakor)  કહ્યું હતું કે, આંદોલનની મંજૂરી નહીં મળે તો તેઓ કાયદો તોડીને પણ આંદોલન પર ઉતરશે.

કોઈપણ જવાબદારને છોડવામાં આવશે નહીં : હર્ષ સંઘવી

બરવાળા તાલુકામાં થયેલા ઝેરી દારૂકાંડ (Hooch Tragedy)માં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓને જેલ હવાલે કર્યા છે.ત્યારે હવે વિપક્ષ સરકારને સતત ઘેરી રહ્યો છે. તો બીજી તરફ સમગ્ર કેસમાં  સરકાર ત્વરીત ગતિ કામગીરી થઈ રહી હોવાનો દાવો કરી રહી છે. આ સમગ્ર ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે આ ઝેરીદારૂકાંડની ઘટનામાં એકપણ દોષિતને છોડવામાં આવશે નહી. પત્રકારો સાથેની વાતચીતમાં  હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યુ કે સરકાર ગંભીરતાથી કામગીરી કરી રહી છે અને સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે.

સાથે જ હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓના સસ્પેન્શન (Police Suspension) મુદ્દે પણ તેમણે જણાવ્યુ હતુ કે જે વિસ્તારની જવાબદારી જે કોઈ અધિકારીઓની હતી તે લોકોને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati