Gujarat Assembly Election 2022: BJPની બે દિવસીય ચિંતન શિબિરમાં ગૃહપ્રધાન અમિત શાહે લીધા ક્લાસ, નબળી બેઠકો પર ભાજપ કાર્યકરોને કામે લાગી જવા આપી સૂચના

ચિંતન શિબિર બાદ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2022 વિધાનસભા ચૂંટણીની(Gujarat Election) જીત એ 2024 લોકસભાનો પાયો નાખશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 8:04 AM

Ahmedabad : ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly Election) ભવ્ય જીતના વિશ્વાસ સાથે ભાજપના દિગ્ગજ નેતાઓએ ચિંતન (BJP Chintan Shibir) કર્યું. બાવળા ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) નેતાઓના ક્લાસ લીધા. અમિત શાહે ચૂંટણીમાં કોઈ ચોક્કસ સીટના ટાર્ગેટને નહીં પરંતુ મહત્તમ સીટ જીતવા પર ભાર મુક્યો. તેમણે નબળી બેઠકો પર અલગ ટીમ તૈયાર કરવાની ટકોર કરી. અમિત શાહે પક્ષના નેતાઓને કહ્યું કે, પાર્ટીમાં આજે પણ લોકશાહી છે અને તમામ નિર્ણયો સામૂહિક રીતે લેવાય છે તેવો મેસેજ નીચે સુધી પહોંચે તે અંગે પણ જણાવ્યું. અમિત શાહે તમામ બેઠકોની વર્તમાન, રાજકીય પરિસ્થિતિ અને કઈ બેઠક પર ભાજપ(BJP Party)  મજબૂત છે અને ક્યાં નબળી છે તેની આ શિબિરમાં ચર્ચા કરી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે BJP એક્શનમાં

ચિંતન શિબિર બાદ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2022 વિધાનસભા ચૂંટણીની જીત એ 2024 લોકસભાનો પાયો નાખશે.ઉપરાંત   તેણે કહ્યું  મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હવે ચૂંટણીને લઇ મોરચાઓને સક્રિય કરાશે.

બીજી તરફ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું, આ શિબિરમાં સરકારી યોજનાની સમીક્ષા કરવામાં આવી, તેમજ ચૂંટણીઓના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. પાર્ટીના મોરચાના ટાસ્ક નક્કી કરવામાં આવ્યા છે..હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્વીઓ જનતા સુધી લઇ જવાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, લોકો સુધી પહોંચી શકાયે તે માટે કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે.મહત્વનું છે બે દિવસીય ચિંતન શિબિરમાં ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.બેઠકમાં કેન્દ્રીય નેતાઓની હાજરીમાં સરકાર અને સંગઠનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">