Vadodra Video: ભાજપ કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં 1700 પેજની ચાર્જશીટ મૂકી, 80 સાક્ષી, 12 આઈ વિટનેસ દર્શાવ્યા
આરોપીઓ સામે ત્રણ ચાર્જશીટમાં 80 સાક્ષી અને 12 આઈ વિટનેસ દર્શાવ્યા છે. 164 મુજબનું એક નિવેદન, 14 પંચનામા, FSL રિપોર્ટ અને CCTV ફૂટેજ પણ સામેલ કરવામાં આવ્યા છે. મારામારીનો વીડિયો ઉતારનારને પણ સાક્ષી બનાવ્યા છે.
Vadodra : વડોદરાના ભાજપ (BJP) કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસમાં (Sachin Thakkar murder case) ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં 1700 પેજની ચાર્જશીટ (charge sheet) મુકી છે. આરોપીઓ સામે ત્રણ ચાર્જશીટમાં 80 સાક્ષી અને 12 આઈ વિટનેસ દર્શાવ્યા છે. 164 મુજબનું એક નિવેદન, 14 પંચનામા, FSL રિપોર્ટ અને CCTV ફૂટેજ પણ સામેલ કરવામાં આવ્યા છે. મારામારીનો વીડિયો ઉતારનારને પણ સાક્ષી બનાવ્યા છે.
માત્ર 23 દિવસમાં તપાસ પૂર્ણ કરીને પોલીસે કોર્ટમાં ઝડપી ચાર્જશીટ મૂકવાનું રેકોર્ડ બનાવ્યું છે. હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે 120B, 427 અને 34ની નવી કલમો ઉમેરી છે અને ખાસ સરકારી વકીલની નિમણુંક માટે ક્રાઇમ બ્રાંચે સરકારને પ્રપોઝલ મોકલી છે. હત્યા કેસમાં પોલીસે આરોપી પાર્થ પરીખ, વાસિક ઉર્ફે સાહિલ અજમેરી, વિકાસ લોહાણાની ધરપકડ કરી હતી.
વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
