અમરેલીમાં ભાજપના મહિલા નેતાની હત્યા, પોલીસે હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા, જુઓ વીડિયો
અમરેલીમાં ભાજપના મહિલા નેતાની હત્યાને લઈ ચકચાર મચી છે. ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રહી ચૂકેલા એવા મધુબેન જોશીની હત્યા કરવામાં આવી છે. આ ઘટના દરમ્યાન મધુબેનના પુત્ર અને તેમના બહેનના પુત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જે દરમ્યાન ભાજપ નેતા મધુબેનની હત્યા થઈ હતી.
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યાની ઘટના સામે આવી છે. મધુબેન જોષીના પુત્ર રવી જોશી અને મધુબેનના બેહેનના પુત્ર ઉપર ખુની હુમલો કરાયો છે. મધુબેન જોશીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ લઈ જવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના ડોક્ટરે તેમણે મરુત જાહેર કર્યા છે.
અમરેલીમાં ભાજપના મહિલા નેતાની જ હત્યાને ઘટનાને લઈ ચકચાર મચી છે. મધુબેન જોશી ભાજપમાં મંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ સાથે ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય પણ હતા. જોકે હુમલા બાદ મધુબેન જોશીને હોસ્પિટલ ખસેડયા હતા. મહત્વનુ છે કે મધુબેન સાથે તેમના પુત્ર અને તેમના બહેનના પુત્ર પર પણ હુમલો થયો છે.
ભાજપ નેતા મધુબેન જોશીની હત્યા કરનાર કોણ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ પોલીસે આ આરોપીઓને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમરેલી: દિવાળીની રાત્રે સાવરકુંડલામાં નાવલીના તટે જામ્યુ ઈંગોરિયા યુદ્ધ, ખેલૈયાઓ મનમુકીને માણી મજા- જુઓ વીડિયો





