ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ માટે ભાજપના પૂર્ણેશ મોદી -કોંગ્રેસના શૈલેષ પરમાર મેદાને, 16મીએ યોજાશે ચૂંટણી

| Edited By: | Updated on: Feb 13, 2026 | 7:25 PM

સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ઓબીસી વર્ગમાંથી આવે છે. મોદી અંગે રાહુલ ગાંધીએ કરેલ વિવાદીત ટિપ્પણીને લઈને પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંઘી વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના શૈલેષ પરમાર અમદાવાદની દાણીલીમડા મતવિસ્તારના ધારાસભ્ય છે. અનુસુચિત જાતિમાંથી આવે છે. તેમના પિતા મનુભાઈ પરમાર, ગુજરાતમાં કોંગ્રેસ સરકાર વખતે પ્રધાન રહી ચુક્યા છે.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે આગામી 16મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં ચૂંટણી યોજાશે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. આજે ભાજપ તરફથી સુરતના પૂર્ણેશ મોદી અને કોંગ્રેસ તરફથી અમદાવાદના શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે.

સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ઓબીસી વર્ગમાંથી આવે છે. મોદી અંગે રાહુલ ગાંધીએ કરેલ વિવાદીત ટિપ્પણીને લઈને પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંઘી વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના શૈલેષ પરમાર અમદાવાદની દાણીલીમડા મતવિસ્તારના ધારાસભ્ય છે. અનુસુચિત જાતિમાંથી આવે છે. તેમના પિતા મનુભાઈ પરમાર, ગુજરાતમાં કોંગ્રેસ સરકાર વખતે પ્રધાન તેમજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.

ઉપાધ્યક્ષપદ માટેની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ, કોંગ્રેસના શૈલેષ પરમારે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની પરંપરા રહી છે કે વિપક્ષને ઉપાધ્યક્ષપદ આપવું. આ પરંપરાને વળગી રહીને ભાજપે પણ ઉપાધ્યક્ષ પદ વિપક્ષને ફાળવવું જોઈએ. જો કે, ભાજપ સરકારે 1995-1997માં થયેલ ગુજરાત ભાજપના ભાગલા અને વિધાનસભામાં સર્જાયેલ વૈધાનિક વિવાદ બાદથી ભાજપે ઉપાધ્યક્ષ પદ વર્ષો સુધી ખાલી રાખ્યું હતું. અને ત્યાર બાદ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદે ભાજપના જ સભ્યોને બનાવવામાં આવ્યા હતા.

RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ વિભાગના અધિકારીએ ACB, CP, CM, PM, હાઈકોર્ટને લખ્યો પત્ર