Gandhinagar : લો બોલો ! સેકટર -28ના સરકારી ક્વાટર્સમાં પોલીસે દારુ પકડવા પાડ્યા દરોડા, પરંતુ પકડાયુ કોલ લેટર કૌભાંડ, જુઓ Video
ગાંધીનગરમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસે નકલી દસ્તાવેજનું કૌભાંડ ઝડપી પાડ્યું. આ ઘટના સેક્ટર 28ની છે. જ્યાં 5 લાખ સુધીમાં નોકરીના બનાવટી કોલલેટર વેચતો પૂર્વ પ્રધાનનો ક્લાર્ક ઝડપાયો છે.
Gandhinagar : ગાંધીનગરમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસે નકલી દસ્તાવેજનું કૌભાંડ ઝડપી પાડ્યું. આ ઘટના સેક્ટર 28ની છે. જ્યાં 5 લાખ સુધીમાં નોકરીના બનાવટી કોલલેટર વેચતો પૂર્વ પ્રધાનનો ક્લાર્ક ઝડપાયો છે. ગાંધીનગરના સેક્ટર-28માં એક સરકારી ક્વાટર્સમાં દારૂ રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad : શાસ્ત્રીનગર વિસ્તારમાં ટોરેન્ટ સ્ટેશન પાસે રોંગ સાઈડ રાજુને રોકવા લગાવાયા ટાયર કિલર બમ્પ, જુઓ Video
ઘરમાંથી દારૂની તો માત્ર અડધી જ બોટલ મળી હતી પરંતુ સરકારી નોકરી માટેના બનાવટી કોલ લેટર અને સર્વિસ બૂક મળી આવી હતી. જેને પગલે પોલીસે રાજ્ય કક્ષાના પૂર્વ પ્રધાનના ક્લાર્ક પ્રકાશચંદ્ર વિકાસચંદ્ર દાતણીયાની ધરપકડ કરી છે. પોલીસે પ્રકાશચંદ્રને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેની સાથે એજન્ટ જયમીન પટેલની પણ ધરપકડ કરાઈ છે. જયમીન પાસેથી વન પોલીસ અને પ્રવાસન વિભાગના લેટર મળ્યા છે.
પૂર્વ પ્રધાન રૈયાણીના ક્લાર્કનું કારસ્તાન
પ્રકાશચંદ્ર 2 વર્ષ પહેલા રાજ્યકક્ષાના પ્રધાન અરવિંદ રૈયાણીની ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેના ઘરમાં રેડ કરવામાં આવતા તિજોરીમાંથી અલગ-અલગ સરકારી કચેરીના નિમણૂક પત્રો અને સર્વિસ બૂક મળી હતી જે તમામ બનાવટી હોવાનું જણાયું હતું. પ્રકાશચંદ્ર હોદ્દા પ્રમાણે નકલી કોલલેટરના રૂ.1 લાખથી લઇને રૂ.5 લાખ લેતો હતો.
કોલલેટર અને સર્વિસ બૂક મળ્યા બાદ ઉમેદવાર નોકરીની વાત કરતા ત્યારે પ્રકાશચંદ્ર એવું બહાનું કાઢતો હતો કે તેમને ડાયરેક્ટ નોકરી મળી જવાની છે. અન્ય ઉમેદવારોની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ તેમને બારોબાર નોકરીમાં હાજર કરી દેવામાં આવશે. કેટલાક ઉમેદવારોને શંકા જતા તેમણે પ્રકાશચંદ્ર પાસે પૈસા પાછા માગ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે- આરોપીના પિતા ઉદ્યોગ ભવનમાં આવેલી પ્રિન્ટીંગ એન્ડ સ્ટેશનરી વિભાગની કચેરીમાં નોકરી કરે છે. આ બાબતે પોલીસે આરોપીની બેંકની વિગતો કઢાવવાની કામગીરી હાથ ધરી છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો