<p data-path-to-node="1">DGCAની કડક દેખરેખ હેઠળ ઈન્ડિગો એરલાઈન્સ સંચાલન સ્થિર કરવા માટે પ્રયત્નશીલ છે, તેમ છતાં આજે પણ દેશભરમાં 300થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થવાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ ઈન્ડિગોની 400થી વધુ ઉડાન રદ થઈ હતી. આ સંકટને જોતા પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં ઘરેથી નીકળતા પહેલા ફ્લાઈટનું સ્ટેટસ જોઈને જ નીકળવા જણાવાયું છે. ગઈકાલે ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સ નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં હાજર થયા બાદ મંત્રાલયે ઈન્ડિગોને ફ્લાઈટની સંખ્યા 10 ટકા ઘટાડવા અને રિફંડ તેમજ પ્રવાસીઓના સામાનને ઝડપથી પહોંચાડવાનો કડક આદેશ આપ્યો છે.</p>