અમદાવાદમાં આવકવેરા (IT) વિભાગનું સર્ચ ઓપરેશન આજે પણ યથાવત્ રહ્યું છે અને તપાસનો દાયરો સતત વધી રહ્યો છે. ITની ટીમો દ્વારા કુલ 35 સ્થળો પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં મુખ્યત્વે ત્રિલોક પરીખ અને અલ્પેશ પરીખના નિવાસસ્થાનો અને ઓફિસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિનોદ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેના સંચાલકોના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. IT ટીમે તપાસનો દાયરો વધાર્યો છે, જેમાં હવે ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પણ ત્રિલોક પરીખના સ્થળો પર તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે વિનોદ મિત્તલના ત્યાંથી લાખોની રોકડ અને અન્ય વ્યવહારો મળી આવ્યા હતા. IT ટીમ બેંક ખાતાઓ, દાગીના સહિતની તમામ બાબતોની ચકાસણી કરી રહી છે, અને આ સર્ચ ઓપરેશનમાં મોટી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે.