AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tv9 Exclusive : આ સંસ્થાઓનું માનીએ તો ગુજરાત પરથી વાવાઝોડાની 'ઘાત' ટળશે ! જુઓ Video

Tv9 Exclusive : આ સંસ્થાઓનું માનીએ તો ગુજરાત પરથી વાવાઝોડાની ‘ઘાત’ ટળશે ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 7:33 PM
Share

વાવાઝોડાની દિશા કઇ રહેશે તે વિશે હાલમાં અનુમાન લગાવાઇ રહ્યાં છે. ત્યારે 4 વિવિધ સંસ્થાઓના અનુમાન ગુજરાત માટે ક્યાક રાહત તો ક્યાક આફત સમાન છે. ચારમાંથી એક સંસ્થા એવી છે કે જેનું અનુમાન સાચુ પડ્યું તો ગુજરાત પરનું મોટું જોખમ ટળી પણ શકે છે.

Cyclone Biparjoy : અત્યાર સુધી બિપરજોય વાવાઝોડાએ 11 વખત દિશા બદલી છે. ત્યારે હવે વાવાઝોડાની દિશા (direction of the storm) કઇ રહેશે તેને લઈ લોકોના મનમાં ચોક્કસ પ્રશ્ન હશે. તે વિશે હાલમાં અનુમાન લગાવાઇ રહ્યાં છે. ત્યારે હવામાનને લગતી દુનિયાની 4 વિવિધ સંસ્થાઓના અનુમાનને સમજીએ. આ ચારમાંથી એક સંસ્થા એવી છે કે જેનું અનુમાન સાચુ પડ્યું તો ગુજરાત પરનું મોટું જોખમ ટળી પણ શકે છે.

સૌપ્રથમ વાત કરીએ UKની UKM સંસ્થાની. જે સંસ્થાએ બિપરજોયને લઈ અનુમાન લગાવ્યું છે. જેમાં વાવાઝોડું કચ્છના જખૌ માં ટકરાશે. જોકે આ વાવાઝોડાનો ઘેરાવો એટલો છે કે આ વાવાઝોડું નેપાલને પણ અસર કરશે. માંડવી જખૌ થઈ આ વાવાઝોડું આગળ વધશે.

બીજી તરફ ભારતીય સંસ્થા IMD દ્વારા લગાવવામાં આવેલા અનુમાનની કરવામાં આવે તો આ બિપરજોય વાવાઝોડું ગુજરાતને ટકરાશે પરંતુ તેનો વિસ્તાર રાજસ્થાન અને પાકિસ્તાનના થોડા ભાગને પણ આવરે છે.

ઓસ્ટ્રેલિયાની સંસ્થા BOMA દ્વારા પણ વાવાઝોડાને લઈ આગાહી કરવામાં આવી છે. જેમાં આ આગાહી ગુજરાતને રાહત આપે તેવી છે. ઓસ્ટ્રેલિયાની આ સંસ્થા BOMA દ્વારા કરાયેલી આગાહી અનુસાર વાવાઝોડું ગુજરાતને ક્યાય અડતું નથી. જો આ અનુમાન સાચું પડે તો માત્ર ગુજરાતનાં કાંઠેથી વાવાઝોડું પસાર થશે અને રાજસ્થાન તરફ જશે. જોકે આ વાવઝોડાના ઘેરવાના કારણે બાંગ્લાદેશને પણ કવર કરશે. તેવું અનુમાન BOMA દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : વાવાઝોડાને લઈને ST વિભાગ પણ એલર્ટ, GPS ટ્રેકિંગ દ્વારા તમામ બસનું લાઈવ મોનિટરિંગ, જુઓ Video

યુરોપની સંસ્થા ECMWS દ્વારા લગાવવામાં આવેલા અનુમાનના આધારે આ બિપરજોય વાવાઝોડું કચ્છને ટકરાશે. પરંતુ ત્યાર બાદ આ વાવાઝોડું મોટા વિસ્તારમાં અસર કરી શકે તેમ છે. તેવું અનુમાન યુરોપની સંસ્થા દ્વારા લ્ગવવામાં આવ્યું છે.

ખાસ કરીને ઓસ્ટ્રેલીયા અને યુરોપની સંસ્થાઓના અનુમાનમાં કેટલાક અંશે સમાનતા જોવા મળી રહી  છે. ત્યારે હાલ આ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદર, માંડવી, દેવભૂમિદ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો વલસાડ અને સુરતનો દરિયો પણ ગાંડોતૂર બન્યો હતો. દરિયો તોફાની બનતા તંત્ર એલર્ટ બન્યું છે અને દરિયાકિનારે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">