વડોદરાના પુરાતત્વ વિભાગના ચાર અધિકારીઓ સહિત 6 લોકો સામે સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી
અમદાવાદમાં આવેલ કૂકી બીવિકી મસ્જિદ, મુકબારા મકબરા નજીકના વિસ્તારમાં નિયમો નેવે મુકીને બાંધકામની મંજૂરી આપવા મુદ્દે વડોદરાના પુરાતત્વ વિભાગના ચાર અધિકારીઓ સહિત 6 લોકો સામે સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી છે.
વડોદરાના પુરાતત્વ વિભાગના ચાર અધિકારીઓ સહિત 6 લોકો સામે સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી છે. જેમાં નિયમો નેવે મુકીને એક કંપનીને બાંધકામની મંજૂરી આપવા મુદ્દે CBI એ ફરિયાદ દાખલ કરી છે. કેસની વિગત મુજબ અમદાવાદમાં આવેલ કૂકી બીવિકી મસ્જિદ, મુકબારા મકબરા નજીકના વિસ્તારમાં બાંધકામની મંજૂરી આપી હતી. આ બંને વિસ્તાર પુરાતત્વ વિભાગની વડોદરા કચેરી અંતર્ગત આવે છે.
જાન્યુઆરી 2006 માં રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝના ભાગીદાર રૂસ્તમ મિલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ઇન્ડસ્ટ્રીયલ ઓદ્યોગિક શેડના ચાર બ્લોકના પુનનિર્માણ માટે એનઓસી માટે અરજી કરી હતી. જેમાં રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને બાંધકામ માટે નિયમો મેં નેવે મૂકી ને પુરાતત્વ ખાતાના અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યા બાદ સીબીઆઇએ ગુનો દાખલ કર્યો હતો.
જેમાં વર્ષ 2007 માં કંપનીએ પ્રતિબંધિત વિસ્તારમાં આવતી જમીનનો કેટલોક ભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યો હતો.
પ્રતિબંધિત વિસ્તારોમાં બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી અને અગાઉના એનઓસી અને એક્સ્ટેન્શનના સંદર્ભમાં પૂરા પાડવામાં આવેલા કાગળોની અધિકૃતતા પણ શંકાના દાયરામાં છે.
કોની સામે ગુનો દાખલ થયો
1)રમેશ પરમાર,રહેવાસી શાહપુર અમદાવાદ
2)શિવાનંદ વી રાવ, સુપરિટેન્ડિંગ આરકિયોલોજીસ્ટ,પુરાતત્વ ખાતું
3) રાવીકુમાર ગૌતમ,એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર,પુરાતત્વ ખાતું
4) કનુભાઈ પટેલ,થલતેજ,અમદાવાદ
5) રાજેશ જોહરી,કન્ઝર્વેશન આસિસ્ટન્ટ, પુરાતત્વ ખાતું
6)આરીફ અલી અગરિયા,સિનિયર કન્ઝર્વેશન આસિસ્ટન્ટ, પુરાતત્વ ખાતું
આ પણ વાંચો: ગાંધીનગરના પેથાપુરમાં બાળક તરછોડવાના મુદ્દે મોટો ખુલાસો, સચિનની પત્નીને કર્યો ઘટસ્ફોટ
આ પણ વાંચો: શિવાંશને દત્તક લેવા માટે 190 પરિવારોએ ઈચ્છા દર્શાવી : હર્ષ સંઘવી