ગુજરાતમાં શિક્ષકોની બદલીને લઇને મોટો નિર્ણય, 6 થી 8 ડિસેમ્બર જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે
ગુજરાતના(Gujarat)શિક્ષકો(Teachers)માટે દિવાળી પહેલા સૌથી મોટા આનંદના સમાચાર છે. રાજ્ય સરકારે શિક્ષકોની આંતરિક અરસ-પરસ બદલી(Transfer)કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પના આયોજનનો નિર્ણય કર્યો છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે 20થી 29 ઓક્ટોબર સુધી જિલ્લા આંતરિક અરસ પરસ કેમ્પ યોજાશે
ગુજરાતના(Gujarat)શિક્ષકો(Teachers)માટે દિવાળી પહેલા સૌથી મોટા આનંદના સમાચાર છે. રાજ્ય સરકારે શિક્ષકોની આંતરિક અરસ-પરસ બદલી(Transfer)કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પના આયોજનનો નિર્ણય કર્યો છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે 20થી 29 ઓક્ટોબર સુધી જિલ્લા આંતરિક અરસ પરસ કેમ્પ યોજાશે. તો જિલ્લા આંતરિક બદલી કેમ્પનું બે તબક્કામાં આયોજન કરાયું છે. જેમાં 2થી 20 નવેમ્બર સુધી પ્રથમ અને 23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી બીજો તબક્કો યોજાશે. જ્યારે 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે. રાજ્યના સંખ્યાબંધ પ્રાથમિક શિક્ષક, વિદ્યાસહાયક અને મુખ્ય શિક્ષકને લાભ મળશે આ શિક્ષકો હવે પરિવાર સાથે રહી બાળકોને અભ્યાસ કરાવી શકશે. આ સુવિધાને પરિણામે સરવાળે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો મળશે.
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
