AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં રસ્તા પર ખાડાઓનુ સામ્રાજ્ય અને બીજી બાજુ રસ્તાની વચ્ચોવચ્ચ અડીંગો જમાવીને બેઠેલા ઢોરોના ત્રાસથી શહેરીજનો થયા ત્રાહિમામ- Video

ભાવનગરમાં ઢોરના કારણે અકસ્માતના બનાવો વધ્યા છે. રસ્તા પર એક તરફ ખાડા અને બીજી તરફ અડીંગો જમાવીને બેસેલા ઢોરને કારણે વાહનચાલકોના અકસ્માતો વધ્યા છે. મનપા દ્વારા ઢોર પકડવાના દાવા કરાય છે તો પણ વારંવાર રસ્તા પર કેમ ઢોરો આવી જાય છે તે મોટો સવાલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2025 | 3:36 PM
Share

ભાવનગર મનપા ઢોર પકડવા અને તેના નિભાવ માટે વર્ષે ₹ 8 કરોડનો ખર્ચ કરે છે. છતાં, સમસ્યા ઠેરની ઠેર છે. શહેરના સુભાષનગર, ભરતનગર, ચિત્રા, કાળીયાબીડ, ક્રેસન્ટ, અને ઘોઘા વિસ્તારમાં ઢોરનો ત્રાસ છે. એ સહિત જકાતનાકા, શિશુવિહાર, આનંદનગર, સરદારનગર અને તળાજામાં ઢોરનો ત્રાસ છે. ચોમાસાની ઋતુમાં ઢોર રસ્તા પર અડિંગો જમાવે છે. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઢોરની અડફેટે આવતા અકસ્માત સર્જાય છે. આટલુ ઓછુ હોય તેમ હાલ જ્યા જુઓ ત્યા રસ્તા પર વરસાદી પાણી ભરેલા ખાડાઓનુ સામ્રાજ્ય છે. ત્યારે એક તરફ ઢોર અને બીજી તરફ ખાડાની સમસ્યાથી અકસ્માતોની ઘટના વધી છે. આ સ્થિતિમાં લોકો ઢોરના ત્રાસથી મુક્તિની માગ કરી રહ્યા છે. છતાં હજી સુધી નક્કર કાર્યવાહી થતી નથી. ત્યારે, કોંગ્રેસ પક્ષે પણ તંત્રની બેદરકારીના આક્ષેપ કર્યા છે.

અહીં સવાલ એ છે કે આ ઢોર કોના છે? કેમ આ ઢોર વારંવાર રસ્તા પર આવી જાય છે. શું પશુપાલકો ઢોરને રોડ પર મુકી જાય છે કે તંત્રની ઢીલી નીતિના કારણે રસ્તા પર ઢોરને આવવા દેવાય છે. આ અંગે મનપાનું કહેવું છે કે, 6 માસમાં 1024 ઢોર પકડ્યા છે. નિભાવ ખર્ચ કરીએ છીએ. ત્યારે સવાલ છે કે આ સમસ્યા નિવારવામાં મુશ્કેલી ક્યાં પડી રહી છે? હાલ, મેયરે તો કહ્યું છે કે, ટીમ કામગીરી કરી રહી છે અને એજન્સીને કામ સોંપાશે. ત્યારે જોવાનું રહ્યું કે સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે?

મેયર ભરત બારડના જણાવ્યા અનુસાર ઢોર પકડવાની એજન્સીના ટેન્ડર પણ બહાર પાડ્યા છે. જ્યારે ઢોર પકડવા માટે એજન્સીના માણસો ન આવે તો મનપાના કાર્યકર્યો પણ ઢોરોને પકડવાનું કામ કરી રહ્યા છે, પરંતુ ચોમાસાની ઋતુમાં ઢોર જાતે બહાર નીકળી જતા હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે.

ભાવનગરમાં ચિત્રા GIDC ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રસ્તાઓની દયનિય હાલત, સ્વખર્ચે GIDC એસોસિએશને કરાવ્યુ સમારકામ- Video

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">