ભાવનગર : દિવાળી પૂર્વે ફુલબજારમાં મંદીનો માહોલ, નકલી ફુલોની ખરીદી વધારે

નોંધનીય છેકે દશેરા બાદ રાજયના મોટા શહેરોમાં બજારોમાં ફુલ ઘરાકીનો માહોલ છે. મોટાભાગના લોકો હાલ દિવાળીની ખરીદી માટે ઉમટી રહ્યાં છે. અને, રાજકોટ-વડોદરા-સુરત સહિતના શહેરોમાં બજારોમાં તેજીનો માહોલ છવાયેલો છે.

દિવાળી પૂર્વે મોટાભાગના વેપાર, ધંધાની ગાડી પાટે ચડી છે, પરંતુ ફૂલ બજારમાં ઘરાકી હજી પણ ઓછી જોવા મળી રહી છે, તહેવારો દરમિયાન લોકો મંદિરમાં પૂજા, અર્ચનામાં પુષ્પો, માળાનો ઉપયોગ કરે છે, આ ઉપરાંત ફૂલોનો તોરણ અને ઘર સજાવટમાં મોટાપાયે ઉપયોગ થાય છે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા નાસિક તરફથી આવતા ફૂલ મોંઘા થયા છે, ગલગોટના કિલોના 100 રૂપિયા, ગુલાબના પૂલના 150થી 200 રૂપિયા અને સફેદ સેવાતી ફૂલનો ભાવ 400થી 500 રૂપિયા થઈ ગયો છે, જેના કારણે હવે લોકો તહેવારોમાં પ્રમાણમાં સસ્તા એવા નકલી પ્લાસ્ટિકના ફૂલોની ખરીદી વધુ કરી રહ્યાં છે,

નોંધનીય છેકે દશેરા બાદ રાજયના મોટા શહેરોમાં બજારોમાં ફુલ ઘરાકીનો માહોલ છે. મોટાભાગના લોકો હાલ દિવાળીની ખરીદી માટે ઉમટી રહ્યાં છે. અને, રાજકોટ-વડોદરા-સુરત સહિતના શહેરોમાં બજારોમાં તેજીનો માહોલ છવાયેલો છે. અને, દિવાળીની તેજી બજારોમાં સ્પષ્ટ દેખાઇ રહી છે. ત્યારે ભાવનગરના ફુલ બજારમાં ઘરાકી નહીં નીકળતા હાલ તો ફુલ વેચતા વેપારીઓમાં ચિંતાનો માહોલ છે. પરંતુ, વેપારીઓને આશા છેકે દિવાળી નજીક આવતાઆવતા લોકોની ઘરાકીમાં વધારો નોંધાશે. ત્યારે આશા રાખીએ કે અન્ય વેપાર-ધંધાની જેમ જ ફુલબજારમાં પણ તેજીનો માહોલ દેખાશે અને તેમની દિવાળી સુધરશે.

આ પણ વાંચો : એલોપેથી વિવાદ : બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટે નોટીસ ફટકારી, 4 અઠવાડિયામાં સોગંધનામું રજૂ કરવા આદેશ આપ્યો

આ પણ વાંચો : International: ફેસબુકના CEO અને પત્ની પ્રિસિલા ચાન પર ભૂતપૂર્વ સ્ટાફે લગાડ્યો દુર્વ્યવ્હારનો આક્ષેપ, ફરિયાદ દાખલ કરાઈ

Click on your DTH Provider to Add TV9 Gujarati