ભાવનગર: પાલિતાણાના 29 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત, લગ્નના થોડા દિવસ પહેલા જ મોતથી પરિવારમાં માતમ- વીડિયો
ભાવનગરમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. લગ્નના થોડા દિવસ પહેલા જ મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. પાલિતાણાના 29 વર્ષિય યુવકને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેમા તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.
રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. ભાવનગરમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.થોડા દિવસ બાદ જ યુવકના લગ્ન લેવાવાના હતા. એ પહેલા જ હાર્ટએટેકથી મૃત્યુ થયુ છે. યુવકના લગ્નને બદલે ઘરેથી અર્થી ઉઠતા પરિવારજનોમાં માતમ છવાયો છે. ભાવનગરના પાલિતાણાના 29 વર્ષીય યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. આથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ યુવકને સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો. લગ્નના થોડા દિવસ પહેલા જ યુવકનું અણધાર્યું મોત થતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં માતમ છવાયો છે.
આ તરફ જામનગરમાં પણ જાણીતી ફરસાણ પેઢીના માલિકના પુત્રનું હાર્ટ એટેકથી મોત થયુ છે. યુવક અચાનક દુકાનમાં ઢળી પડ્યા બાદ મોત થયુ હતુ. જૈન વિજય ફરસાણાના માલિકના 24 વર્ષિય પુત્રનું હાર્ટએટેકથી મોત થયુ છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો