ભાવનગર: મહાનગરપાલિકાએ ફરી કર્યુ અક્કલનું પ્રદર્શન, ચકાચક રોડ પર નવો રોડ બનાવવાની આપી દીધી મંજૂરી, ખાતમુહૂર્ત સમયે ધ્યાને આવી મૂર્ખામી- વીડિયો

ભાવનગર: મહાનગરપાલિકાએ ફરી કર્યુ અક્કલનું પ્રદર્શન, ચકાચક રોડ પર નવો રોડ બનાવવાની આપી દીધી મંજૂરી, ખાતમુહૂર્ત સમયે ધ્યાને આવી મૂર્ખામી- વીડિયો

Ajit Gadhavi
| Edited By: | Updated on: Feb 03, 2024 | 11:49 PM

ભાવનગર મહાનગરપાલિકાએ ફરી બુદ્ધિનું દેવાળુ ફુંક્યુ છે ચકાચક રોડ પર ફરી નવો આરસીસી રોડ બનાવી દેવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. જો કે હદ તો ત્યાં થઈ કે ખાતમુહૂર્ત સમયે મેયરના ધ્યાનમાં આવ્યુ કે રોડ તો ચકાકચક છે ત્યારબાદ રોડનુ એસ્ટીમેટ બનાવવાર ઈજનેર પંકજ રજાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા

ખરાબ રસ્તા પર રસ્તા બનાવવાની કામગીરી થતી હોય, પરંતુ સુંદર અને એકદમ સારા રસ્તા પર કોણ રસ્તો બનાવે. જવાબ છે ભાવનગર મહાનગરપાલિકા. મનપામાં બેઠેલા શાસકો અને તંત્ર રસ્તા પર રસ્તા બનાવવા માટે પંકાયેલા છે. આવી જ ઘટના આનંદનગરમાં બની. જ્યા RCC રોડનું ખાતમુર્હૂત કરતાં સમયે મેયરના ધ્યાનમાં આવ્યું કે રસ્તા પર નથી કોઇ ખાડા, એકદમ પરફેક્ટ રસ્તા હોવા છતાં કેવી રીતે રસ્તો બનાવવા માટે આપી દીધી પરવાનગી.

સ્થાનિક નગર સેવકોને રાજકીય આગેવાનોની ભલામણના વજન મુજબ રોડના કામ કરવાની વર્ષોથી સિસ્ટમ પડી ગઈ છે. કયા વિસ્તારમાં રોડ બનાવવાની આવશ્યકતા છે તેનું રોડ વિભાગને પૂછવામાં જ આવતું ન હતું. ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પોતાના વિસ્તારમાં કરવામાં આવતી ભલામણો મુજબ રોડ વિભાગ દ્વારા એસ્ટીમેન્ટ બનાવી કામ કરતા હોવાનું જગ જાહેર છે.

ઉત્તર કૃષ્ણનગર વોર્ડના રૂપિયા 46 લાખના રોડના કામ પૈકી આનંદ નગર એપાર્ટમેન્ટ પાસે આરસીસી રોડ માટે ગઈકાલે મેયર અને વિરોધ પક્ષના નેતાના હાથે ખાતમુરત હતું પરંતુ મેયરને રોડ ટનાટન લાગતાં તેમાં ખર્ચ કરવો વ્યાજબી નહી લાગતા વિરોધ પક્ષના નેતાને સ્થાનિક નગર સેવકો પણ સારો રોડ પર રોડ નહીં બનાવવા જણાવ્યું. પરંતુ તેની માટે રોડનું એસ્ટીમેન્ટ બનાવનાર અધિક મદદનીશ ઈજનેર પંકજ રાજાઇની જવાબદારી ગણી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ: સિવિલ હોસ્પિટલની ઉમદા પહેલ, નવજાતને ત્યજો નહીં, અહીં પારણામાં મુકી બેલ દબાવી દો, તમારી ઓળખ ગુપ્ત રખાશે -વીડિયો

બીજી તરફ ઘણા પછાત વિસ્તારોમાં બિસ્માર થઈ ગયેલા રોડ વર્ષોથી યથાવત સ્થિતિમાં જ હોય છે. પરંતુ તેમા કામગીરી થતી નથી પરંતુ આ પ્રકારે સારા રસ્તા પર કામ કરી લોકોના રૂપિયાનું પાણી કરવામાં આવે છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Feb 03, 2024 11:47 PM
g clip-path="url(#clip0_868_265)">