AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર: મહુવા માર્કેટિંગ પર રોડ પરથી નીકળતા પહેલા સાવધાન, ખુલ્લી વીજ પેટી આપી રહી છે મોતને ખુલ્લુ આમંત્રણ- વીડિયો

ભાવનગર: મહુવા માર્કેટિંગ પર રોડ પરથી નીકળતા પહેલા સાવધાન, ખુલ્લી વીજ પેટી આપી રહી છે મોતને ખુલ્લુ આમંત્રણ- વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 9:42 PM
Share

જો તમે ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ રોડ પર પસાર થવાનુ વિચારી રહ્યા હો તો જરા સંભાળજો. આ માર્ગ પર દુર્ઘટનાને આમંત્રણ આપતી ખુલ્લી વીજ પેટી છે. હેવી વીજ લાઈનની 5 ફ્યુઝની ખુલ્લી વીજ પેટી મોતને ખુલ્લુ આમંત્રણ આપી રહી છે. ત્યારે તંત્ર આ વીજ પેટી ફરતે ઢાંકણ મુકે અને ડેન્જરનું બોર્ડ મારે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ રોડ પરથી નીકળતા હોય તો સાવધાન થઈ જજો. આવું એટલા માટે કેવું પડે છે કેમકે આ રસ્તા પર ખુલ્લી વીજ પેટી દુર્ઘટનાને આમંત્રણ આપતી જોવા મળી રહી છે. મહુવા PGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. મહુવા માર્કેટિંગ યાર્ડ રોડ પરની હેવી લાઈનની પાંચ ફ્યુઝની વીજ પેટી ખુલ્લી પડેલી છે. લોકોનું કહેવું છે કે લાંબા સમયથી આ રોડ પર પતરાની વીજ પેટીઓ ફ્યુઝ સાથે ખુલ્લી છે. એટલું જ નહીં માર્કેટિંગ યાર્ડ અને હિરા કારખાનાની નજીક વિજ લાઈનો પણ ખુલ્લી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત વિદ્યાપીઠનો મુખ્ય પ્રવેશ દ્વાર ટ્રાફિકનું કારણ ધરી બંધ કરી દેવાયો, 103 વર્ષ જૂની વ્યવસ્થા બદલાઈ

ત્યારે સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? કેમ PGVCL દ્વારા કોઈ કામગીરી નથી કરાઈ ? સ્થાનિકોની માગ છે કે તંત્ર દ્નારા આ વીજપેટીને ઢાંકવા બાબતે ઘટતુ કરવામાં આવે. મોટા તો સમજ્યા નાના બાળકો જો ભૂલથી પણ અહીં અડકી જાય તો મોતને ભેટી શકે છે.

Input Credit- Sanjay Vala- Mahuva, Bhavnagar

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">