Bhavnagar : ભેળસેળયુક્ત પનીરને લઈને કાર્યવાહી, આરોગ્ય વિભાગે પનીરના સેમ્પલ લેબમાં મોકલ્યા, જુઓ Video
ભાવનગરમાં ભેળસેળયુક્ત પનીરને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. રૂવાપરી રોડ પર પનીરના કારખાનામાં આરોગ્ય વિભાગના દરોડા પડ્યા. કારખાનામાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો. જેમાં SOG અને LCB પોલીસે બાતમીના આધારે ચેકીંગ હાથ ધર્યું હતું. દૂધના બદલે આઈસ્ક્રીમ પાવડર અને વનસ્પતિ તેલનો ઉપયોગ કરાતો હોવાનો ખુલાસો થયો હતો. આરોગ્ય વિભાગે પનીરના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે.
ભાવનગરમાં રૂવાપરી રોડ પરના પનીર બનાવવાના કારખાનામાં હેલ્થ વિભાગે દરોડો પાડ્યો છે. એસઓજી પોલીસ અને એલસીબીના સ્ટાફે ચેકીંગ હાથ ધર્યું. પનીરમાં થતી ભેળસેળને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ભેળસેળયુક્ત પનીર જણાતા હેલ્થ વિભાગે નમૂના લેવાનું શરુ કર્યું હતું. સ્થળ ઉપર ભેળસેળયુક્ત પનીરને લઈને કાર્યવાહી કરી.
આ પણ વાંચો : Bhavnagar: મહુવાના કતપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે દારૂના નશામાં બાળકોને ફટકાર્યા- Video
તપાસમાં પનીરમાં દૂધના બદલે આઈસ્ક્રીમ પાવડર અને વનસ્પતિ તેલનો ઉપયોગ પનીર બનાવવામાં થતો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે તહેવારોમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને લઈને ચેકિંગ કરાઈ રહ્યું છે. ત્યારે SOG અને LCB પોલીસને બાતમી મળી હતી કે રૂવાપરી રોડ પર એક પનીરના કારખાનામાં ભેળસેળયુક્ત પનીર બનાવવામાં આવી રહ્યું છે.
જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ સાથે દરોડા પાડતા શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો. હાલ આરોગ્ય વિભાગે શંકાસ્પદ પનીરના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે. આ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
