AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: મહુવાના કતપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે દારૂના નશામાં બાળકોને ફટકાર્યા- Video

Bhavnagar: મહુવાના કતપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે દારૂના નશામાં બાળકોને ફટકાર્યા- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 10:25 PM
Share

Bhavnagar: ભાવનગરના મહુવાના કતપર ગામની શાળાના શિક્ષકની શર્મનાક કરતુત સામે આવી છે. શાળાના શિક્ષકે દારૂ પીને બાળકોને ફટકાર્યા હોવાનુ સામે આવ્યુ છે. ગુરુનો જેનો દરજ્જો આપવામાં આવ્યો છે. એ ગુરુએ શિક્ષણ જગતને લાંછન લગાવતુ કૃત્ય કર્યુ છે. શિક્ષક જ દારૂ પીને શાળામાં લથડિયા ખાતો હોય તો આવા શિક્ષકોને જોઈને બાળકો શું શીખે તે પણ મોટો સવાલ છે. 

Bhavnagar: ભાવનગરના મહુવાની કતપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે દારૂ પીને બાળકોને ફટકાર્યા. જેની જાણ એક વિદ્યાર્થીએ ઘરે જઈને વાલીને કરી. ઉશ્કેરાયેલા વાલીએ શાળામાં પહોંચીને નશાખોર શિક્ષકને બરાબરનો મેથીપાક ચખાડ્યો. શાળામાં વિવાદ વધતા આચાર્યએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોની TV9 પુષ્ટિ કરતું નથી. પરંતુ દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી શાળાનો શિક્ષક અવાર-નવાર દારૂ પીને આવતો હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ છે.

આ પણ વાંચો: Bhavnagar: રખડતા ઢોરની અડફેટ આવતા વધુ એક આશાસ્પદ યુવકનુ મોત, ઘોઘા સર્કલ નજીકનો બનાવ- Video

મહુવાની એમ. એમ. સ્કૂલના શિક્ષકનો પણ વિવાદ સામે આવ્યો છે. જેમણે હિંદુ ધર્મ વિશે અને ભગવાન શિવ વિશે વિવાદી ટિપ્પણી કરતા હિંદુ સંગઠનો રોષે ભરાયા છે અને શિક્ષક સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">