Bhavnagar : બિપોરજોય વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર, કલેકટરે TV9 સાથે કરી ખાસ વાતચીત, જુઓ Video

Bhavnagar : બિપોરજોય વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર, કલેકટરે TV9 સાથે કરી ખાસ વાતચીત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 6:39 PM

ભાવનગરમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર હોવાનો કલેકટરે દાવો કર્યો છે. જિલ્લાના દરિયા કિનારે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પણ જણાવ્યુ છે. મહત્વનુ છે કે ગઈકાલે તમામ વિભાગ સાથે સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી.

Bhavnagar: બિપોરજોય વાવાઝોડાને લઈને ભાવનગરમાં વહીવટી તંત્ર સાવચેત મોડમાં આવી ગયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management) ઓફિસમાં કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે. દરિયાકાંઠે આવેલા તાલુકા અને ગામોમાંથી પવનની ગતિ અને દરિયાના મોજાની સ્થિતિ અંગે સતત આંકડાકીય માહિતી લેવાઈ રહી છે. કંટ્રોલરૂમમાં સ્ક્રીન પરથી વાવાઝોડાની સ્થિતિની સતત સમીક્ષા કરાઈ રહી છે. જિલ્લામાં જો સ્થિતિ વધુ વણસે તો ફાયર બ્રિગેડથી લઈને સ્થળાંતર સુધીની તમામ વ્યવસ્થા ઉભી કરાશે.

આ પણ વાંચો : શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, જાણો તેમની જીવન ઝરમર-રાજકીય સફર

દરિયા કાંઠા વિસ્તારમાં તમામ જગ્યા પર કર્મચારીઓ અને અધિકારીઓને ડ્યુટી સોંપાઈ છે. જે સતત વાવાઝોડાની લગતી માહિતી અને સ્થિતિ ઉપર ધ્યાન રાખી રહ્યા છે. આગામી સમયમાં વાવાઝોડું વધુ મજબૂત બને તેવી સંભાવના છે જેની વચ્ચે તમામ બદરો પર પોલીસ સતર્ક બની છે. ગુજરાતના દરિયાકાંઠાના ગામ અને વિસ્તારોમાંથી જરૂર પડે લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર પણ કરવામાં આવશે. આ માટે વહીવટી તંત્રએ સલામત રોકાણના સ્થળો, ભોજનની વ્યવસ્થાની તૈયારી કરી છે.

ભાવનગર  અને ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">