Bhavanagar : સાત વર્ષ બાદ વાળ્યું ભાઈની હત્યાનું વેર ! મહિલા પોલીસકર્મીના દીકરાની સરાજાહેર હત્યા કરનાર 3 આરોપીની ધરપકડ, જુઓ Video
ભાવનગરના શિવાજી સર્કલ નજીક ત્રણ દિવસ અગાઉ ત્રણ શખ્સોએ મળી પોલીસપુત્ર કેવલ વાઘોશીની સરાજાહેર ગળું કાપ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યાના કારણને લઈ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો.
ભાવનગરના શિવાજી સર્કલ નજીક ત્રણ દિવસ અગાઉ ત્રણ શખ્સોએ મળી પોલીસપુત્ર કેવલ વાઘોશીની સરાજાહેર ગળું કાપ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યાના કારણને લઈ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. આ ઘટનના મૃતક કેવલ દ્વારા કરશન ઉર્ફે ભાણાની 2018માં હત્યા કરવામાં આવી હતી. જેમાં કોર્ટે તેણે આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી હતી. પરંતુ છેલ્લાં અઢી વર્ષથી મૃતક જામીન પર મુક્ત હતો. ત્યારે કરશનના ભાઈઓ અર્જુન, ભરત અને ભાર્ગવે આ ઘટનાનો બદલો લેવા માટે પ્લાન બનાવ્યો હતો. ભાઈની હત્યનો બદલો લેવા સરાજાહેર કેવલને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આરોપીની કરી ધરપકડ
પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. રિકન્સ્ટ્રક્શન વખેતે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસને દોરડા વડે વિસ્તારને કોર્ડન કરવાની ફરજ પડી હતી. આ ઉપરાતં પોલીસ દ્વારા આસપાસના વિસ્તારનાં સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે હત્યના ગુનામાં આરોપીઓ સાથે અન્ય કોઈ વ્યક્તિની સંડોવયેલા કે મદદગારી હોવાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.