મનરેગા કૌભાંડ બાદ હવે શૌચાલય કૌભાંડ ! ભરુચમાં લાભાર્થીઓની યાદી સામે આવતા ભાંડો ફૂટ્યો, જુઓ Video
ગુજરાતમાંથી અનેક કૌભાંડ સામે આવતા હોય છે. ત્યારે મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લાભાર્થીઓની યાદી સામે આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો.

ભરૂચમાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
મહત્વનું છે કે તપાસમાં ખુલાસો થયો કે લગ્ન નોંધણી માટે અપાયેલા આધારકાર્ડનો ઉપયોગ શૌચાલય લાભાર્થી તરીકે કરાયો છે. અગાઉ પાલિકામાં લગ્ન નોંધણીના દસ્તાવેજ જમા કરાવનારા લોકો દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરી લોકોને શૌચાલય યોજનાના સરકારી કાગળ પર લાભાર્થી બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે.
જાગૃત નાગરિકો અને ભોગ બનેલા લોકોએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરતા હતા. સમગ્ર મામલે પાલિકા પ્રમુખે તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે ભરુચ જિલ્લામાં શૌચાલય કૌભાંડ સામે આવી છે. લાભાર્થીઓની યાદી સામે આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે.