Bharuch: કતલખાને લઈ જવાતા 50 મુંગા પશુઓને બચાવ્યા બાદ તેમની હાલત થઈ વધુ દયનીય, જાણો તેમની સાથે શું થયુ

12 કલાક સુધી ટ્રકમાં જ રહેવાને કારણે પશુઓની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી. પશુઓને કતલખાને જતા તો બચાવી લેવાયા પરંતુ ટ્રકમાં ગોંધાઇ રહેલા પશુઓની બાદમાં કોઇએ દરકાર જ લીધી નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 1:54 PM

ભરૂચ (Bharuch)ના ઝઘડિયામાં મુંગા પશુઓ (cattle) સાથે અમાનવીય વર્તનની ઘટના સામે આવી છે. ઝઘડિયામાં ટ્રકમાં 12 કલાક સુધી 50થી વધુ પશુઓ ગોંધાઈ રહેલા હતા. જેમાંથી એક પશુનું મોત (Death) થયુ છે. એક તરફ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવીને પશુ પ્રેમીઓ મોટુ કામ કર્યાનું જણાવતા હોય છે. બીજી તરફ બચાવેલા પશુઓની પછી શું હાલત થાય છે તેની દરકાર લેવાની પણ તકેદારી આ પશુપ્રેમીઓ રાખતા નથી. વાત કંઈક એમ છે કે 6 ફેબ્રુઆરી એટલે કે રવિવારે રાત્રે નેશનલ હાઇવે પર ઝઘડિયા પાસે કતલખાને લઇ જવાતા 50થી વધુ પશુઓને બચાવવામાં આવ્યા હતા. જે પછી પશુઓને રાખવા માટે જગ્યા ન હોવાથી તેમને 12 કલાક તે જ ટ્રકમાં ગોંધી રાખવામાં આવ્યા હતા.

12 કલાક સુધી ટ્રકમાં જ રહેવાને કારણે પશુઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પશુઓને કતલખાને જતા તો બચાવી લેવાયા, પરંતુ ટ્રકમાં ગોંધાઈ રહેલા પશુઓની બાદમાં કોઈએ દરકાર જ લીધી નહીં. એક જ ટ્રકમાં ઠુસી ઠુસીને લઈ જવાયેલા પશુઓને કતલખાને લઇ જવાતા તો બચાવી લેવાયા, પરંતુ રણીધણી વગરના આ 50 પશુઓ પૈકી એકનું તો ટ્રકમાં જ મોત થઇ ગયુ. તો અન્ય પશુઓની સ્થિતિ પણ ખરાબ થઇ હતી.

નવાઇની વાત તો એ પણ છે કે આ બનાવ બન્યા પછી પણ 12 કલાક કરતા વધુ સમય વીતી ગયા બાદ પણ 50 પશુઓ મદદની રાહ જોઈ રહ્યાં હતા. બીજી તરફ પાંજરાપોળનો સંપર્ક થઈ શકતો ન હોવાનું ઝગડિયા PI રટણ કરી રહ્યાં હતા.

આ પણ વાંચો- Amreli: સાવરકુંડલામાં બે મહિલાઓ પર એસિડ એટેક, બેમાંથી એક સગર્ભા મહિલા, પોલીસે CCTVનાં આધારે તપાસ શરૂ કરી

આ પણ વાંચો- Junagadh: આશ્રમમાં જ ભવનાથના સંત કાશ્મીરી બાપુને અપાશે સમાધિ, ગિરનારના સાધુ સંતોમાં ઘેરા શોકની લાગણી

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">