Junagadh: આશ્રમમાં જ ભવનાથના સંત કાશ્મીરી બાપુને અપાશે સમાધિ, ગિરનારના સાધુ સંતોમાં ઘેરા શોકની લાગણી
કાશ્મીરી બાપુ ભવનાથમાં છેલ્લા ઘણા વર્ષોથી પોતાના જ આશ્રમમાં રહીને ભગવાનની આરાધનામાં લીન રહેતા હતા. છેલ્લા થોડા દિવસોથી તબિયત ખરાબ થઈ હતી. જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
જુનાગઢ (Junagadh)ના ભવનાથના સંત (Saint Of Bhavnath) કાશ્મીરી બાપુ (Kashmiri Bapu) 6 ફેબ્રુઆરીએ 97 વર્ષની વયે દેવલોક પામ્યા છે. બાપુના નિધનના પગલે ગિરનારના સાધુ સંતોમાં ઘેરા શોકની લાગણી છે. આજે બપોરે 02:30 કલાકે સંત કાશ્મીરી બાપુને સમાધિ અપાશે. કાશ્મીરી બાપુના આશ્રમમાં જ તેમને સમાધિ આપવામાં આવશે.
કાશ્મીરી બાપુ ભવનાથમાં છેલ્લા ઘણા વર્ષોથી પોતાના જ આશ્રમમાં રહીને ભગવાનની આરાધનામાં લીન રહેતા હતા. છેલ્લા થોડા દિવસોથી તબિયત ખરાબ થઈ હતી. જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર બાદ તેમને આશ્રમ લઇ જવાયા હતા. જે બાદ આશ્રમમાં તેમણે અંતમિ શ્વાસ લીધા હતા.
ગરવા ગિરનારની ગોદમાં વર્ષો સુધી સાધના કરનાર સંત પૂ.કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતાં તેમના અનુયાયી (followers) વર્ગમાં શોક છવાયો છે. બાપુના પાર્થિવદેહને ગઇકાલથી ભક્તોના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે.
પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે.સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહિત ગુજરાત ભરમાંથી કાશ્મીરી બાપુને સોશિયલ મીડિયા થકી પણ શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે. કાશ્મીરી બાપુનું નિધન થતાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, જૂનાગઢમા સાંસદ રાજેશ ચૂડાસમા, પોરબંદરના ,સાસંદ રમેશ ધડૂક, જામનગરમાં સાસદ પૂનમ માડમ, જાણિતા કલાકાર કિર્તીદાન ગઢવી સહિતા અનેક મહાનુભાવોએ સોશિયલ મીડિયામાં શોક સંદેશ પાઠવી બાપુને શ્રદ્ધાંજલિ આપી છે.
આ પણ વાંચો-
કચ્છ : હેવાન પિતાએ 4 માસની દિકરીનું મારી નાંખવાના ઇરાદે અપહરણ કર્યુ, પરંતુ પોલિસે કારસો નિષ્ફળ બનાવ્યો !
આ પણ વાંચો-