AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટાર્ક કલર કંપનીમાં ભીષણ આગ લાગી, જુઓ વીડિઓ

ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટાર્ક કલર કંપનીમાં ભીષણ આગ લાગી, જુઓ વીડિઓ

| Updated on: Jun 06, 2024 | 9:24 AM
Share

ભરૂચ : રાજકોટ TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ રાજ્યમાં તંત્ર સક્રિય બન્યું છે. તમામ જાહેર સ્થળો અને ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફટીના સાધનો અંગે કડક તપાસ કરાઈ રહી છે. તંત્રની ચોકસાઈ વચ્ચે અંકલેશ્વર જીઆઇડીસી ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. 

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર્ક કલર કંપનીમાં આગની ઘટના બની હતી. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા હતા. કંપનીની ફાયર સેફટી સુવિધા આગ પર કાબુ મેળવી ન શકતા 5થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે રવાના કરાયા હતા.

આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવી શકાયો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બનાવની તંત્રએ તપાસ શરુ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">