Gujarati Video : અઢી સૈકાથી ઉજવાતા ભાતીગળ ઉત્સવની પૂર્ણાહુતિ, 25 ફુટ ઊંચી બે છડી ભેટયા બાદ મેઘરાજાની પ્રતિમાની વિસર્જનયાત્રા નીકળી
Bharuch : શ્રાવણ માસમાં મેળાઓની મૌસમ જામે છે. શ્રાવણ માસ દરમિયાન ભરૂચમાં મેઘ માહેર માટે ભાતીમળ મેળો ભરાય છે. ત્રિદિવસીય ભાતીગળ મેળાની શનિવારે પુર્ણાહુતી થઇ હતી. ભોઇવાડના પટાંગણમાં 25 ફુટ ઊંચી બે ચડીને ભેટવી મેઘરાજાની પ્રતિમાની વિસર્જન યાત્રા નીકળી હતી.
Bharuch : શ્રાવણ માસમાં મેળાઓની મૌસમ જામે છે. શ્રાવણ માસ દરમિયાન ભરૂચમાં મેઘ મહેર માટે ભાતીમળ મેળો ભરાય છે. ત્રિદિવસીય ભાતીગળ મેળાની શનિવારે પુર્ણાહુતી થઇ હતી. ભોઇવાડના પટાંગણમાં 25 ફુટ ઊંચી બે ચડીને ભેટવી મેઘરાજાની પ્રતિમાની વિસર્જન યાત્રા નીકળી હતી. આ નજરો નિહાળવા હજારોની સંખ્યમાં શ્રદ્ધાળુઓ ભરૂચના ભોઈવાડ ઉમટ્યા હતા.

ઉત્સવ પાછળનો અઢી સૈકા જૂનો ઇતિહાસ
દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચમાં સૈકાઓથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો ઇતિહાસ ખુબ ભવ્ય છે. ભરૂચનો ભોઈ સમાજ જે જાદવ તરીકે પણ ઓળખાય છે તેમના દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘરાજાના મેળા હેઠળ જળ દેવતા એટલેકે મેઘરાજાની માટીની પ્રતિમા અષાઢી અમાસના રોજ દિવાસાની રાતે તૈયાર કરવામાં આવી છે. ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજાના ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી ઉજવણીનો પ્રારંભ કરે છે. શ્રાવણ વદ સાતમથી આજે દસમ સુધી મેઘરાજા ઉત્સવ ઉજવાય છે. દસમે પ્રતિમાને નર્મદામાં વિસરાજીત કરવામાં આવે છે.
મેઘરાજાને પ્રાર્થનાથી છપ્પનીયા દુષ્કાળનો અંત આવ્યો હતો
ભયાવહ છપ્પનીયાનો દુષ્કાળ જાણે માનવ સમાજને ખતમ ખરવા બેઠો હતો તે સંજોગોમાં મેઘરાજાએ આ મુસીબતનો અંત આપ્યો હતો. તે સમયે મેઘરાજાને મનાવવા જાદવ સમાજ દ્વારા નર્મદા નદીમાંથી માટી લાવી મેઘરાજાની ભવ્ય પ્રતિમા બનાવાઈ હતી. અવિરત પૂજન કર્યા હતા. આખરે મેઘ મહેર થઇ હતી અને મેઘરાજા વરસી પડ્યા હતા. ભરૂચના ભોઈવાડમાં 25 ફુટ ઊંચી બે છડી ભેટયા બાદ મેઘરાજાની સહી સવારીની વિસર્જનયાત્રા નીકળે છે.
ભરૂચ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો


