AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : અઢી સૈકાથી ઉજવાતા ભાતીગળ ઉત્સવમાં મેઘરાજાની પ્રતિમા સાથે બાળકોને ભેટાવવાની અનોખી પ્રથા, જાણો કેમ અનુસરાય છે આ રિવાજ

દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા હેઠળ મેઘરાજા (જળ દેવતા) ની માટીની પ્રતિમા અષાઢી અમાસ (દિવાસા) એ સ્થાપિત કરવામાં આવી છે.

Bharuch : અઢી સૈકાથી ઉજવાતા ભાતીગળ ઉત્સવમાં મેઘરાજાની પ્રતિમા સાથે બાળકોને ભેટાવવાની અનોખી પ્રથા, જાણો કેમ અનુસરાય છે આ રિવાજ
Meghraja Utsav Clebrating in Bharuch
| Updated on: Aug 11, 2022 | 3:40 PM
Share

શ્રાવણ માસમાં ઉત્સવોનો મોસમ જામે છે. સમગ્ર દેશમાં માત્ર ભરૂચ(Bharuch)માં અનોખા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં શ્રાવણ વદ સાતમથી દશમ સુધી મેઘરાજા ઉત્સવ (Meghraja Utsav)ઉજવવમાં આવે છે. ભરૂચમાં ઘણા વર્ષો પહેલા ભયાવહ છપ્પનીયો દુકાળ પડ્યો હતો. તે સમયે મેઘરાજાને મનાવવા જાદવ સમાજ દ્વારા નર્મદા નદીમાંથી માટી લાવી મેઘરાજાની ભવ્ય પ્રતિમા બનાવાઈ હતી. સમાજે અવિરત પૂજન આર્ચર અને ભન કર્યા હતા. આખરે મેઘ માહેર થઇ હતી અને મેઘરાજા વરસી પડ્યા હતા ત્યારથી પ્રતિવર્ષ મેઘરાજાની વિશાળ પ્રતિમા બનાવી મેઘ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.શ્રાવણ માસના પ્રારંભથી મૂર્તિને ભરૂચના ભોઈવાડમાં બિરાજમાન કરવામાં આવે છે જ્યાં દર્શન માટે નાના બાળકોને મેઘરાજાની પ્રતિમા સાથે ભેટાવવાથી બાળકો નિરોગી રહેતા હોવાની માન્યતા છે.

ઉત્સવનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં લોકો મેઘરાજાના દર્શન અર્થે ઉમટે છે. મેઘરાજાની પ્રતિમા સાથે નાના બાળકોને ભેટાવવાની અનોખી માન્યતા છે.બાળકોને મેઘરાજાને ભેટાવવાથી તેઓનું આરોગ્ય સારું રહેતું હોવાની લોકોને શ્રદ્ધા છે. મેઘરાજાના અને ઘોઘારાવ મહારાજના દર્શનની માન્યતા છે. ભરૂચ શહેરની મધ્યમાં ઉજવાતા આ ઉત્સવમાં સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. મેઘ ઉત્સવમાં નોમનાં દિવસે છડી ઝુલાવવામાં આવે છે. દશમના દિવસે મેઘરાજાની વિશાળ શોભાયાત્રા નગરમાં ફરે છે જે બાદ પ્રતિમાના નર્મદામાં વિસર્જ સાથે અનોખા ઉત્સવની પુર્ણા હુતી થાય છે.

meghraja svarup

શ્રાવણી પુનમે મેઘરાજાને મનમોહક શણગાર કરવામાં આવ્યો

સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં ઉજવાતા મેઘઉત્સવનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અષાઢી ચૌદસના દિવસે મોડી રાતે ભોઇ સમાજ દ્વારા નર્મદાની માટી લાવી પ્રતિમા બનાવવાનો આરંભ કરવામાં આવે છે. જે દિવાસાની વહેલી સવારે પ્રતિમાને પૂર્ણ આકાર મળે છે. મેઘરાજાની વિધિવત સ્થાપના બાદ તેને રંગરોગાન કરી શ્રાવણી પૂનમ એટલે કે બળેવના દિવસે વાઘા પહેરાવી સુશોભીત કરવામાં આવે છે. જે મનમોહક લાગી રહ્યા હતા. ભોઇ સમાજ દ્વારા મેઘરાજાના ઉત્સવની તાડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે.

અઢી સૈકાથી ઉત્સવ ઉજવાય છે

દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા હેઠળ મેઘરાજા (જળ દેવતા) ની માટીની પ્રતિમા અષાઢી અમાસ (દિવાસા) એ સ્થાપિત કરવામાં આવી છે. ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજાના ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થશે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજા ઉત્સવ ઉજવાય છે.

g clip-path="url(#clip0_868_265)">