અમી વરસાવો મેઘરાજા : મેઘ મહેર માટે ત્રિદિવસીય ભાતીગળ પર્વનો આજથી પ્રારંભ, જુઓ ઉત્સવની વિશેષતાનો Video
Bharuch : વિશ્વભરમાં માત્ર ભરૂચમાં ઉજવાતા મેઘરાજા અને ઘોઘારાવ દેવના ત્રિદિવસીય ભાતીગળ મેળાનો આજનો પ્રારંભ થયો છે. છપ્પનિયા દુષ્કાળ સમયે ભરૂચના ભોઈ સમાજે મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરી પૂજનઅર્ચન કરતાં વરસાદ(Rain)વરસ્યો હતો.
Bharuch : વિશ્વભરમાં માત્ર ભરૂચમાં ઉજવાતા મેઘરાજા અને ઘોઘારાવ દેવના ત્રિદિવસીય ભાતીગળ ઉત્સવ આજનો પ્રારંભ થયો છે. છપ્પનિયા દુષ્કાળ સમયે ભરૂચના ભોઈ સમાજે મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરી પૂજનઅર્ચન કરતાં વરસાદ(Rain)વરસ્યો હતો. આ બાદ બે સૈકા ઉપરાંતથી દરવર્ષે મેઘરાજાની મહેર માટે આ ઉત્સવ ઉજવાય છે.
હાલના સમયમાં ફરી મેઘરાજાના રિસામણાં લીધા છે ત્યારે મેઘમહેર માટે આ ઉત્સવ મહત્વ ધરાવે છે. દરવર્ષે ભરૂચના ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની માટીમાંથી પ્રતિમા બનાવી તેની સ્થાપના કરાય છે.બે સૈકા ઉપરાંતથી દર વર્ષે ઉજવાતા ઉત્સવમાં પ્રતિમામાં મેઘરાજાના મુખારવિંદમાં બદલાવ આવ્યો નથી. ત્રિદિવસીય ઉત્સવ બાદ દશમે પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે.
આ પણ વાંચો : Ahmedabad: તહેવારો ટાણે જ સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો ઓછો પહોંચ્યાની ફરિયાદ ઉઠી, ગોડાઉન મેનેજરે જાણો શુ કહ્યુ?
આ સાથે ઘોઘારાવ દેવનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે. 25 ફુટ ઊંચી છડીને ભોઈ સમાજના યુવાનો ઝુલાવે છે. આ નજારો જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. સાતમ અને આઠમે છડી મંદિર પરિસરમાં ઝુલાવાય છે. નોમના દિવસે નગરચર્યા કરાય છે. દશમે ઘોઘરવાના મંદિરના પ્રવેશદ્વાર સામે બે છડી ભેટયા બાદ મેઘરાજાની પ્રતિમાની વિસર્જનયાત્રા નીકળે છે.
ચાલુવર્ષે ફરીએકવાર મેઘરાજાએ રીસામણા લીધા છે ત્યારે વર્ષો પૂર્વે ચમત્કાર સર્જનાર ભોઈ સમાજના મેઘરાજાના પર્વ તરફ ફરી એકવાર મીટ મંડાઈ છે. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો ચીંતાતુત બન્યા છે જયારે ઘણા જળાશય હજુ ભરાયા નથી. વરસાદની તાતી જરૂરિયાત છે ત્યારે મેઘરાજા ફરી એકવાર પર્વ દરમિયાન મનમૂકીને વરસી પડે તેવી આશા સાથે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
ભરૂચ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો