Bharuch Breaking News : દયાદરા-કેલોદ રોડ પર અકસ્માત, ઘટનામાં ચાર લોકોના મોત, જુઓ Video
ભરૂચના દયાદરા-કેલોદ રોડ પર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારમાં સવાર લોકો પૈકી 4 મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન છે. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે. ગમખ્વાર અકસ્માતમાં બેદરકારીની ભીતિ સેવાય રહી છે. ટ્રક અને કાર વચ્ચે આ સમગ્ર ગંભીર અકસ્માત ભરૂચમાં સર્જાયો હતો. જે ઘટનામાં કારનો કચ્ચરઘાણ વાળ્યો હતો. અવાર નવાર આવી ઘટનાઓ બેદરકારીને કારણે સામે આવતી રહે છે.
આ પણ વાંચો : Bharuch Video : પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકાની ઐસીતૈસી, ભરૂચ – દહેજ રોડ ઉપર ટ્રકમાંથી પથ્થર પડ્યાં
ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર બનેલી આ ગંભીર ઘટનામાં ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનુ છે કે એસએમે આવી રહેલી કારમાં 4 થી 5 લોકો સવાર હતા. કારના પતરાં ચીરી કારમાં સવાર લોકોને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા. કારમાં સવાર લોકો પૈકી મોટાભાગના મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લ્ગવવામાં આવી રહયુ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ સમગ્ર બાબતે કાર્યવાહી શરૂ કરી છે.
આમોદના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો નિત્ય ક્રમ મુજબ ભરૂચ નોકરી પર ગયા હતા. ભરૂચના રવિ રત્ન મોટર્સ માં અને શોરૂમ માં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા. ત્યાંજ કેલોદ ગામની ભૂખી પાસે સામે થી આવતા હાઈવા ટ્રક અને અલ્ટો કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત ને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયુ હતુ. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ સુડી ગામમાં થતા કોલાહલ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એક જ ફળિયાના ચાર આશાસ્પદ યુવાનો અને તમામ તેમના માતા પિતા ના એક જ સંતાન હોવાની માહિતી સાંપડી છે. જેને પગલે ચારેય પરિવાર ના ઉપર આભ ફાટી પડયુ હતુ. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં મરણ જનાર ની યાદી
- મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન
- સાકીર યુસુફ પટેલ
- ઓસામા રહેમાન પટેલ
- મહંમદ મકસુદ પટેલ