Bharuch Video : પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકાની ઐસીતૈસી, ભરૂચ – દહેજ રોડ ઉપર ટ્રકમાંથી પથ્થર પડ્યાં
Bharuch : દેશના સૌથી વિકસિત બંદરને જોડતો Dahej - Bharuch Road વાહનોના ભારણ અને ચોમાસામાં ધોવાઈ ગયેલા રોડના કારણે બિસમાર બનવાથી અકસ્માતનો સતત ભય ઉભો કરે છે.
Bharuch : દેશના સૌથી વિકસિત બંદરને જોડતો Dahej – Bharuch Road વાહનોના ભારણ અને ચોમાસામાં ધોવાઈ ગયેલા રોડના કારણે બિસમાર બનવાથી અકસ્માતનો સતત ભય ઉભો કરે છે. આ માર્ગ ઉપર અકસ્માતની બે ઘટનાઓ બાદ આજે એક લાપરવાહ ટ્રકચાલકના કારણે અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાયો હતો.
9 ઓક્ટોબરેભરૃચ – દહેજ રોડ ઉપર ભારે વાહની અડફેટે એક બાઈક સવારે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિકોમાં આ વિસ્તરામાં અનિયંત્રિત અકસ્માતની ઘટનાઓ બાબતે ફરી રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકો આ અતિવ્યસ્ત માર્ગ ઉપર ચોક્કસ એક્શન પ્લાન બનાવવા માંગ ઘણા સમયથી કરી રહ્યા છે.
10 ઓક્ટોબરે વધુ એક અકસ્માતની ઘણા સામે આવી હતી. 9 ઓક્ટોબરના અકસ્માતની હજુતો પોલીસ ચોપડે શાહી સુકાઈ ન હતી ત્યાંતો વધુ એક અકસ્માતની ઘટનાએ દોડધામ કરાવી મૂકી હતી.
દહેજ રોડ ઉપર જીઆઈડીસીમાં જતી SRF લિમિટેડ કંપનીની જનરલ શીફ્ટની બસને અકસ્માત નડ્યો હતો. આ બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15 ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર આપવાની ફરજ પડી હતી. ભરૂચ તાલુકા પોલીસે ઘટનાનું કારણ જાણવા તપાસ શરુ કરી છે.
આ બે ઘટનાઓ બાદ આજે બુધવારે 11 ઓક્ટોબરના રોજ ત્રીજા અકસ્માતને આમંત્રણ આપતી ઘટના બની હતી.ઓવરલોડ અથવા ખુલ્લી ટ્રકમાંથી મોટી માત્રામાં પથ્થર મુખ્ય માર્ગ ઉપર પડ્યા હતા. આ સમયે આસપાસ કોઈ વાહન ન હોવાથી મોટી દુર્ઘટ ટળી છે તેમ કહી શકાય. રોડ ઉપર પડેલા પથ્થર અહીંથી પસાર થતા વાહનો માટે પણ બેકાબુ બનવાનો ભય ઉભો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉજ ભરૂચ પોલીસે ટ્રક ચાલકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે પણ આ ઘટનાને જોતા આ નિયમોને વાહનચાલકોએ ગંભીરતાથી લીધા હોય તેવું લાગતું નથી.