Knowledge: બિહાર ટ્રેન પાટા પરથી ઉતરી જતા સર્જાયો અકસ્માત, જાણો કેવી રીતે ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે?
દિલ્હી-કામખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે બે એસી થ્રી-ટાયર કોચ પલટી ગયા હતા, જ્યારે અન્ય ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા. જો કે આજકાલ દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાના ઘણા કિસ્સા બની રહ્યા છે અને તેના કારણે મોટો અકસ્માત સર્જાય છે. ત્યારે તમને થતુ હશે ને ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી જાય છે.
બુધવારે રાત્રે બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક દિલ્હી-કામખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે બે એસી થ્રી-ટાયર કોચ પલટી ગયા હતા, જ્યારે અન્ય ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા. જો કે આજકાલ દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાના ઘણા કિસ્સા બની રહ્યા છે અને તેના કારણે મોટો અકસ્માત સર્જાય છે. ત્યારે તમને થતુ હશે ને ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી જાય છે. તો ચાલો જાણીએ
ટ્રેન કેવી રીતે પાટા પરથી ઉતરે જાય છે?
- ટ્રેન પાટા પરથી ઉતરી જવાના ઘણા કારણો છે. ઘણીવાર, તૂટેલા પાટા અને સ્વીચમાં ખામીને કારણે ટ્રેનો પાટા પરથી ઉતરી જાય છે. આ ખામીઓ નબળી જાળવણી, હવામાન અથવા અન્ય કારણોના પરિણામે જોવા મળે છે.
- ઘણા અહેવાલોમાં એ વાત સામે આવી છે કે ભારતીય રેલ્વે ટ્રેકની હાલત બહુ સારી નથી. આવી સ્થિતિમાં હાઈ સ્પીડ ટ્રેનના પૈડાં અને ટ્રેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ દબાણને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી જવાનો ખતરો વધી જાય છે.
- ઘણી વખત માનવીય ભૂલો પણ ટ્રેનના પાટા પરથી ઉતરી જવા માટે જવાબદાર હોય છે. ટ્રેન ઓપરેટરો, સિગ્નલ જાળવણી કરનારાઓ અથવા જાળવણી કર્મચારીઓ દ્વારા થયેલી ભૂલોને કારણે પણ ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. આમાં ખોટું સ્વિચિંગ, સલામતી પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન ન કરવું અથવા ટ્રેક અને સાધનોના નિરીક્ષણ અને જાળવણીમાં બેદરકારી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
- મશીનો ફેલ થવાના કારણે પણ આવી ઘટનાઓ બને છે. વ્હીલ્સ, એક્સેલ, બેરિંગ્સ અથવા બ્રેકિંગ સિસ્ટમ જેવા ટ્રેનના ભાગોની નિષ્ફળતાને કારણે કોચ પાટા પરથી ઉતરી જવાનું જોખમ પણ છે.
બિહારમાં ટ્રેન કઈ રીતે પાટા પરથી ઉતરી ગઈ?
મળતી માહિતી મુજબ ટ્રેન સ્પીડમાં ચાલી રહી હતી અને અચાનક બ્રેક લાગતા અને નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પલટી ગયા. ટ્રેન ગાર્ડ વિજય કુમારે આ ઘટના અંગે જણાવ્યું હતુ કે ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી દીધી. પછી ધીમે ધીમે ટ્રેનમાં આંચકા આવવા લાગ્યા. એ પછી જોરદાર આંચકો લાગ્યો.