ગાંધીના ગુજરાતમાં બુટલેગરોને નથી તંત્રનો ડર! ભરૂચમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ

Bharuch: રેડ કરવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર બુટલેગરે ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. બુટલેગરના હુમલામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 12, 2021 | 8:02 AM

Gujarat: ભરૂચ (Bharuch) જિલ્લામાં બુટલેગરો (Bootlegger) બેફામ બન્યા છે. લોકોને ઝેર પીવડાવતા બુટલેગરોને હવે પોલીસની કે સજા અને તંત્રની પણ બીક લાગતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે ભરૂચમાં રેડ કરવા ગતેલી પોલીસ (Bharuch Police) પર બુટલેગરે હુમલાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભોલાવ વિસ્તારમાં રેડ કરવા ગઈ હતી. પોલીસ આવ્યાની જાણ થતા બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હતો. બુટલેગરે પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો.

જણાવી દઈએ કે ક્રાઈમ બ્રાંચની ટીમ ભોલાવ ઉદ્યોગનગર વિસ્તારમાં રેડ કરવા ગઈ હતી. ત્યાં બુટલેગર દારૂનો ગોરખ ધંધો ચલાવતા હોવાથી તેને પકડવા પોલીસની ટીમે આ રેડ ગોઠવી હોયા ના અહેવાલ છે. આવા સમયે રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગર દ્રારા હુમલો કરવામાં આવ્યો. આ ઘાતક હુમલામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત પણ થયો છે. તો બુટલેગર સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં પણ આવ્યો છે.

 

આ પણ વાંચો: Happy birthday Rajinikanth : એક મહિલાએ રજનીકાંતના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

આ પણ વાંચો: લો બોલો! રોડ બન્યા વગર જ AMC એ કરી દીધું રિસરફેસિંગ? વિપક્ષે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, જાણો મનપાનો જવાબ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati