લો બોલો! રોડ બન્યા વગર જ AMC એ કરી દીધું રિસરફેસિંગ? વિપક્ષે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, જાણો મનપાનો જવાબ

Ahmedabad: વિપક્ષેનું કહેવું છે કે રોડ બન્યા વગર જ AMC એ રિસરફેસિંગ કરી દીધું છે. આ મુદ્દે વિપક્ષે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યો છે. જાણો વિગત

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 12, 2021 | 7:17 AM

Ahmedabad: અમદાવાદમાં વરસાદ પડતાની સાથે જ ખાડા પડવા કે રસ્તા ધોવાઈ જવાની સમસ્યા ઉભી થાય છે. આમાં કંઈ નવું નથી. પરંતુ એવું લાગી રહ્યું છે જાણે રસ્તા પર પડેલા ખાડા મહાનગરપાલિકા તંત્રને (AMC) નથી દેખાતા. નવરાત્રી (Navratri) પછી રસ્તાઓનું સમારકામ (Road Resurfacing) થશે તેવો વિશ્વાસ મનપાએ અપાવ્યો હતો, પરંતુ નવરાત્રીમાં રસ્તાઓનું સમારકામ નહીં થતા તંત્રએ દિવાળીનો વાયદો કર્યો.

દિવાળીમાં પણ રસ્તાઓનું કાર્ય પૂર્ણ ન જ થયું. શહેરમાં હજી પણ એવા અનેક રસ્તાઓ છે, જ્યાં ખાડા પડ્યા છે. ખરાબ રસ્તાઓ મુદ્દે વિપક્ષે સવાલો ઉભા કર્યા સાથે જ ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કર્યા છે. વિરોધપક્ષે આક્ષેપ કર્યો છે કે મનપાએ નારણપુરા વિસ્તારમાં આવેલા લાગ્રેસિયા રેસિડેન્ટ પાસે રોડને રિ-સરફેસ કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.

પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે પહેલા કોઈ રસ્તો બન્યો જ નથી તો તંત્રએ કયા રસ્તા પર રિ-સરફેસિંગ કર્યું? કોંગ્રેસના આક્ષેપ પરથી તો એવું જ લાગી રહ્યું છે કે મનપાના રસ્તા બનાવવાની કામગીરી ફક્ત કાગળો પર જ થઈ રહી છે. રસ્તાના રિ-સરફેસ અને પેચવર્ક મુદ્દે વિરોધપક્ષે મનપા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.

આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે જે નારણપુરાના આ રસ્તા પર ગ્રાઉટીંગ કરી દેવામાં આવ્યું છે. જેના પર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે અમુક સ્થળો પર ગટરલાઈનનું કામ ચાલી રહ્યું હોવાથી ત્યાં રોડ બનાવવાની કામગીરી થોડા દિવસો પછી કરવામાં આવશે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલની હાલત નાજુક, લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા

આ પણ વાંચો: કોરોનાના ભરડામાં વિદ્યાર્થીઓ: નવસારીમાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati