કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર, આગામી પાંચ દિવસમાં રાજ્યમાં પડશે કડકડતી ઠંડી, ત્રણ ડિગ્રી સુધી તાપમાન નીચુ જવાની શક્યતા
અમદાવાદ: ગુજરાતના વાતાવરણને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. ધરતીપુત્રોને હવામાન વિભાગની આગાહીથી જરૂર રાહત મળશે. જો કે હવે માવઠાના કહેર બાદ કાતિલ ઠંડી રાજ્યમાં કહેર મચાવી શકે છે. આગામી પાંચ દિવસોમાં ઠંડીનો ચમકારો જરૂર જોવા મળશે.
દક્ષિણ ભારતમાં વાવાઝોડું કહેર મચાવી રહ્યું છે. ત્યારે ગુજરાત પર વાવાઝોડાની કોઇ સીધી અસર પડવાની શકયતા તો નથી. પરંતુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારે પવન ફુંકાઇ શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રફતારની પવન ફુંકાઇ રહ્યા છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં હજુ પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં માવઠું થવાની શક્યતા રહેશે. આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અુનાસાર અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, તાપી, નર્મદા, છોટા ઉદેપુર તેમજ સુરત-ભરૂચ-તાપી-નર્મદામાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે જોકે, પાંચ દિવસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. આ ઉપરાંત આગામી 2-3 દિવસમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં આંશિક વધારો અનુભવાશે. આ પછીના 4-5 દિવસ લઘુતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. નલિયામાં 10.4 ડિગ્રી અત્યાર સુધી સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે…અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
- 10-11 ડિસેમ્બરે ત્રાટકી શકે છે માવઠું
- પાંચ દિવસ બાદ ફરી કમોસમી વરસાદની શકયતા
આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે હાલ રાજ્યમાં કોઇ પણ માવઠાની શકયતા નથી. પરંતુ 10થી 11 ડિસેમ્બર વચ્ચે ફરી એકવાર માવઠું ગુજરાતમાં પડી શકે છે.
આ પણ વાંચો: રાજકોટમાં શ્વાને બાળકીનો જીવ લીધા બાદ જાગ્યુ તંત્ર, અગાઉ ફરિયાદ કરવા છતા ન કરાઈ કોઈ કામગીરી
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો