“આ મંદિર વેચવાનું છે”, અશાંતધારો લાગુ હોવા છતાં વર્ષોથી રહેતા લોકો ઘર-બાર વેંચવા મજબૂર બન્યા
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે જે મંદિર વેચવાની જાહેરાત કરવામાં આવી છે એ મંદિરમાં નિયમિત પૂજા વગરે કરવામાં પણ સમસ્યાઓ સામે આવી રહી હતી. તે
BHARUCH : ભરૂચમા અશાંત ધારો લાગુ હોવા છતાં ચોક્કસ સમાજના લોકો હિજરત કરવા મજબૂર બની રહ્યાનો વિવાદ વકર્યો છે. સ્થાનિકોએ ઘરની બહાર મિલ્કત વેચવાના બેનર લગાવ્યા છે.જેના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં કોઈ શખ્સ એક મંદિર વેચવા માટેની જાહેરાતના પોસ્ટર લગાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ભરૂચની સંવેદનશીલતાને ધ્યાને રાખી પાંચ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો.જેથી કેટલાક વિસ્તારની મિલકતો કલેકટરની મંજૂરી વિના ન ખરીદી કે વહેંચી શકાશે..પરંતુ હાલમાં એક વર્ગના લોકોએ “મંદિર વેચવાનુ છે” તેની જાહેરાત કરતા મામલો વકર્યો છે.તેમજ અમુક લોકો એક ચોક્કસ વર્ગના લોકોને વધુ કિંમત આપી તેમની મિલ્કતો ખરીદી કરી છે અને સ્થાનિકોને વિસ્થાપન કરવા મજબૂર કરાતા હોવાનો સાંસદ મનસુખ વસાવાએ સ્વીકાર કર્યો છે.જોકે સમગ્ર મામલે સ્થાનિક અધિકારીએ અશાંતધારાનો અમલ પોલીસ શાંતિથી કરવાતી હોવાનું નિવેદન આપ્યું છે.
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે જે મંદિર વેચવાની જાહેરાત કરવામાં આવી છે એ મંદિરમાં નિયમિત પૂજા વગરે કરવામાં પણ સમસ્યાઓ સામે આવી રહી હતી. તેમણે કહ્યું આ વિસ્તારમાં અશાંતધારો સંપૂર્ણ રીતે લાગુ થાય એના માટે એક મુહિમ ચલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે નગરપાલિકા અને અન્ય ચૂંટણીઓમાં અમે પણ આ વિસ્તારના નાગરિકોને આશ્વાસન આપ્યું હતું કે અમે અશાંતધારો સંપૂર્ણ રીતે લાગુ કરાવીશું. તેમણે કહ્યું ભરૂચના હાથીખાના જેવા વિસ્તારમાં અશાંતધારો લાગુ થવો જોઈએ એ રીતે થયો નથી. જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી રૂપિયા 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા