ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક સાથે જોડાયેલ 13 જિલ્લા બેંક, 169 સબ મેમ્બર બેંકના બેંકિગ વ્યવહારો 3 દિવસથી ખોરવાયા

સોમવાર 29 જુલાઈથી 31મી જુલાઈ સુધીના ત્રણ દિવસમાં આશરે 500 કરોડના આર્થિક વ્યવહારો અટવાઈ પડ્યા છે. જે વિવિધ જિલ્લાની સહકારી બેંકો, અર્બન કો ઓપરેટીવ બેંકો અને ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટિવ બેંકોને અસર થવા પામી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2024 | 4:38 PM

ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક સાથે જોડાયેલ 13 જિલ્લા સહકારી બેંક અને 169 સબ મેમ્બર બેંકના બેંકિંગ વ્યવહાર ગત સોમવારથી ખોરવાઈ જવા પામ્યા છે. આજે બુધવારે સાંજે આ બેંકોના બેકિંગ વ્યવહારો પૂર્વવત થાય તેવી સંભાવના હોવાનું બેકિંગ સેકટરના જાણકારોનું કહેવું છે. આરટીજીએસ, યુપીઆઇ, ડિજિટલ ટ્રાન્જેક્શન અને આઈએમપીએસને અસર થવા પામી છે.

જિલ્લા બેંક-મેમ્બર બેંકના વ્યવહારોને અસર

ગુજરાતમાં આવેલ સ્ટેટ કો ઓપરેટિવ બેંક અને તેની સાથે નેટવર્ક અને આર્થિક રીતે જોડાયેલ 13 જિલ્લા સહકારી બેંક તેમજ 169 સબ મેમ્બર બેંકના આર્થિક અને બેંકિગ વ્યવહારો ગત સોમવારથી ખોરવાઈ જવા પામ્યા છે. માત્ર ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક જ નહી, નાબાર્ડ સાથે સંકળાયેલ ગ્રામીણ બેંકોના પણ બેંકિગ અને આર્થિક વ્યવહારોને અસર થવા પામી છે.

500 કરોડના આર્થિક વ્યવહારો ખોરવાયા

ટીસીએસની પેટા કંપની સી – એજ માં રેન્સમવેર જેવા એટેકની આશંકાના પગલે આ સમસ્યા સર્જાઈ હોવાનું બેંકિંગ સેકટર સાથે સંકળાયેલાઓનું કહેવું છે. સોમવાર 29 જુલાઈથી 31મી જુલાઈ સુધીના ત્રણ દિવસમાં આશરે 500 કરોડના આર્થિક વ્યવહારો અટવાઈ પડ્યા છે. જે વિવિધ જિલ્લાની સહકારી બેંકો, અર્બન કો ઓપરેટીવ બેંકો ન્ે ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટિવ બેંકોને અસર થવા પામી છે.

આજે વ્યવહારો પૂર્વવત થવાની સંભાવના

ટીસીએસની પેટા કંપની સી એજ કંપની દ્વારા સાવચેતીના ભાગ રૂપે ડીજીટલ ટ્રાન્જેક્શન અટકાવવામાં આવ્યા છે. ખાનગી ટેકનીકલ સમસ્યાઓનો અહેવાલ તૈયાર કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. આજે ડિજિટલ ટ્રાન્જેક્શન રાબેતા મુજબ થવાની આશા સેવવામાં આવી રહી છે. જો કે, ભાવનગર, જામનગર, ખેડા અને મહેસાણા જિલ્લાની બેંકના વ્યવહારોને કોઈ અસર થવા પામી નથી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">