Banaskantha: વિદેશમાં 40 લાખની નોકરીનુ સપનુ બતાવી છેતરપિંડી, કલોલના મનિષ પટેલ સામે ફરિયાદ, જુઓ Video
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારમાં બેચરપુરા વિસ્તારના અનિરુદ્ધ પંચાલને વિદેશમાં નોંકરીની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. વિદેશમાં ઉંચા પગારે એટલે કે 35 થી 40 લાખ રુપિયાની નોકરી અપાવવાની વાત કરીને પોતાની જાળમાં કલોલના મનીષ હરગોવિંદ પટેલે ફસાવ્યા હતા. આ માટે 9 લાખ 60 હજાર રુપિયાની રકમ મેળવી લીધી હતી. ત્યાર બાદ મહિનાઓ વિતવા છતાં વિદેશ જવા માટે કોઈ અણસાર નહીં જોવા મળતા છેતરપિંડી થયાનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
વિદેશમાં નોકરીની લાલચ આપીને છેતરપિંડી આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારમાં બેચરપુરા વિસ્તારના અનિરુદ્ધ પંચાલને વિદેશમાં નોંકરીની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. વિદેશમાં ઉંચા પગારે એટલે કે 35 થી 40 લાખ રુપિયાની નોકરી અપાવવાની વાત કરીને પોતાની જાળમાં કલોલના મનીષ હરગોવિંદ પટેલે ફસાવ્યા હતા. આ માટે 9 લાખ 60 હજાર રુપિયાની રકમ મેળવી લીધી હતી. ત્યાર બાદ મહિનાઓ વિતવા છતાં વિદેશ જવા માટે કોઈ અણસાર નહીં જોવા મળતા છેતરપિંડી થયાનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચોઃ Arvalli: પૂર્વ IPS અને ભિલોડા MLAના પત્નીને બંધક બનાવી લુંટ આચરવાનો મામલો, 3 આરોપી LCB એ ઝડપ્યા
અનિરુદ્ધ પંચાલે સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો, અને તે વિદેશમાં જઈ પોતાનુ કરિયર બનાવવા ઈચ્છતો હતો. પરંતુ કલોલના મનિષ પટેલે તેમને મોટી મોટી લાલચ બતાવીને છેતરપિંડી આચરી હતી. છેતરપિંડીને પગલે પાલનપુરના પૂર્વ પોલીસ મથકમાં મનિષ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આરોપી મનિષની દરપકડ કરવા માટે પ્રયાસ શરુ કર્યા છે. ધરપકડ બાદ કેટલા વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવ્યા છે, તે દિશામાં પણ તપાસ શરુ કરાશે.