બનાસકાંઠા: નારી સંરક્ષણ કેન્દ્રના મહિલા મેનેજર અને અધિકારી 45000ની લાંચ લેતા ઝડપાયા
બનાસકાંઠામાં એસીબીએ છટકુ ગોઠવીને દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી અને નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજરને લાંચ લેતા ઝડપી લીધા છે. વર્ગ-2 ના અધિકારી નરેશ વીરાભાઈ મેણાત અને કરાર આધારિત મેનેજર આશા પરેશભાઈ નાયકને એસીબીએ ઝડપી લીધા છે. એક મહિલાએ એસીબીને ફરિયાદ કરી હતી.
બનાસકાંઠામાં એસીબીએ છટકુ ગોઠવીને દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી અને નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજરને લાંચ લેતા ઝડપી લીધા છે. વર્ગ-2 ના અધિકારી નરેશ વીરાભાઈ મેણાત અને કરાર આધારિત મેનેજર આશા પરેશભાઈ નાયકને ACBએ ઝડપી લીધા છે. એક મહિલાએ ACBને ફરિયાદ કરી હતી.
ફરિયાદ મુજબ મહિલાના પતિને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં બનાસકાંઠા જિલ્લામાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી પર મેળવવી હતી. આ માટે બંને આરોપી અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જે બંને કરાર આધારિત નોકરી પર મહિલાના પતિને લેવા માટે ત્રણ માસનો પગાર 45000 રુપિયાની લાંચના રુપમાં માંગણી કરી હતી. જેને લઈ છટકું ગોઠવતા બંને આરોપી અધિકારીઓ લાંચના નાણાં કચેરીમાં જ સ્વીકાર કરતા જ ઝડપાઈ ગયા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનને બેવડો ઝટકો! ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં નહીં મેળવી શકે સીધી એન્ટ્રી, જાણો કેમ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
