Banaskantha : લમ્પી વાયરસના લીધે દોઢ માસમા મગરાવા ગામમાં 150 થી વધુ પશુ મોતને ભેટયા 

ગુજરાતના બનાસકાંઠામાં લમ્પી વાયરસના(Lumpy Virus) લીધે દોઢ માસમા માત્ર મગરાવા ગામમાં 150 ઉપરાંત પશુ મોતને ભેટતા પશુપાલકોના પગ તળેથી જમીન ખસી ગઈ. ગામમાં પશુઓના વંડા ખાલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 11:42 PM

ગુજરાતના(Gujarat) બનાસકાંઠામાં(Banaskantha)લમ્પી વાયરસના(Lumpy Virus) લીધે દોઢ માસમા માત્ર મગરાવા ગામમાં 150 ઉપરાંત પશુ મોતને ભેટતા પશુપાલકોના પગ તળેથી જમીન ખસી ગઈ. ગામમાં પશુઓના વંડા ખાલી છે.. ગૌશાળા ખાલી થઈ ગઈ છે હવે . ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે મોટો સવાલ ઉભો થયો છે. પરિવારો નોધારા થયા છે..  કેમ કે, અમુક માલધારીઓએ તો લોન પર ગાયો લીધી  હતી જે પણ ન રહેતા હવે લોનના હપ્તા કેવી રીતે ભરવા તે સવાલ સર્જાયો છે.લમ્પી વાયરસમા મોતને ભેટેલા પશુઓના મોતના આંકડા તો તંત્ર છૂપાવી શકે પરંતુ પશુપાલકોની વેદના તંત્ર છૂપાવી શકશે ખરું ધાનેરા તાલુકાના મગરાવા ગામના દ્ર્શ્યો અને પરિસ્થિત હચમચાવી મૂકે તેવી છે મગરાવા ગામની પરિસ્થિતિ તંત્રની પોલ ખોલે છે.મગરાવા ગામના મોટાભાગના પશુપાલકો તેમના પશુપાલન પર જીવન નિર્વાહ કરી રહ્યા હતા. દૂધ વેંચીને ઘર ચલાવતા હતા. પરંતુ લમ્પી વાયરસની ઝપેટમાં 50થી વધુ પશુઓના મોત થયા.

આ ગામમાં 600 ગાય તો બીમાર છે. તો અમુક પશુપાલકો પાસે જેટલી પણ ગાય હતી તે તમામ લમ્પીનો શિકાર બની જતા ગામમાં આફતનું આભ ફાટ્યું છે. તો મોટાભાગના પશુપાલકોની ગાયો સંક્રમિત થઈ જતા  દૂધની આવક પણ બંધ થઈ ગઈ છે  ત્યારે હવે સરકાર પાસે સહાયની કરી રહ્યા છે માંગ.એક તરફ તંત્ર આંકડા છુપાવી રહ્યું છે જ્યારે બીજી તરફ વિપક્ષ સરકારને સહાય ન ચૂકવવી પડે તેવા આક્ષેપો કરી રહ્યું છે

તંત્ર આંકડા છુપાવી શકશે પરંતુ પશુપાલકોની વેદના નહીં છુપાવી શકે મગરાવા ગામના અનેક પરિવારો પોતાના પશુઓ મોતની ભેટતા મુશ્કેલીમાં મુકાયા છે અનેક પરિવારો નોંધારા બની ગયા છે ત્યારે આ પરિવારો માત્ર સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે

Follow Us:
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
g clip-path="url(#clip0_868_265)">