બનાસકાંઠામાં ખરાખરીનો જંગ, ગેની બેન VS રેખા ચૌધરી, બંન્ને નેતાઓનું પ્રચાર ‘યુદ્ધ’ , જુઓ

|

Mar 20, 2024 | 8:54 AM

બનાસકાંઠા બેઠક પર બંન્ને પાર્ટીઓએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. એક તરફ છે કોંગ્રેસના ફાયરબ્રાંડ નેતા ગેનીબેન ઠાકોર અને બીજી તરફ છે ભાજપના રેખાબેન ચૌધરી. એક સમયે આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી પરંતુ 1998થી સ્થિતિ ભાજપ માટે સારી થતી ગઈ. જોકે આ વખતે મોદીના ચહેરાને જ ભાજપ આગળ કરીને મત મેળવવાનો પ્રયત્ન કરશે તો બીજી તરફ બનાસની બેન ગેનીબેન સ્લોગન સાથે કોંગ્રેસ મેદાને છે. સવાલ એ છે કે આખરે કોણ બાજી મારશે ?

રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી જો કોઈ એક બેઠકની સૌથી વધુ ચર્ચા થતી હોય તો તે છે બનાસકાંઠા લોકસભા બેઠક. આની પાછળના કારણ પણ અનેક છે. એક તો આ બેઠક પર બંન્ને મહિલા ઉમેદવારો મેદાને છે અને બીજું કે આ બેઠક પર કોંગ્રેસ મજબૂત દેખાઈ રહી છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સીટ માટે કોઈ નવું નામ નથી. બીજી તરફ ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી છે. બંન્ને મહિલા નેતાઓ બનાસના ખૂણાખૂણાને ખુંદી રહી છે. તમામ જગ્યાઓ પર પહોંચીને પ્રખર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક રીતે જોઈએ તો બંન્ને બાહુબલી મહિલાઓએ પ્રચાર મેદાનમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે. બંન્ને નેતાઓ વિસ્તારના એક એક ભાગમાં જઈને જનસંપર્ક કરી રહ્યા છે.

આમ જોઈએ તો ભારત પાકિસ્તાનની બોર્ડર અને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે સરહદી વિસ્તાર શહેરી વિસ્તાર અને આદિવાસી વિસ્તાર. એટલે આ બેઠક પર ઉમેદવારો રણનીતિ વિસ્તાર મુજબ ગોઢવતા હોય છે.

‘બનાસની બેન’ કરશે કમાલ ?

સૌથી પહેલા વાત કોંગ્રેસના ઉમેદવારની કરીએ, એટલે કે વાવના વર્તમાન ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોરની. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને વિધાનસભા ગજવતા ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસે મેદાનમાં ઉતરતા જ તેઓએ પ્રચાર અને પ્રસાર જોર શોર થી શરૂ કર્યો છે. ગેનીબેન ઠાકોરે પ્રચાર અભિયાનની શરૂઆત બનાસની બેન ગેની બેનના સ્લોગનથી કરી છે. ગેની બેન પાસે જમાપાસાની વાત કરીએ તો તેઓ અનુભવી નેતા છે. બે વારથી વાવના ધારાસભ્ય છે. તેઓને પ્રચાર દરમિયાન આવકાર મળી રહ્યો છે.

જ્યારે કે નબળા પાસાની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો સૌથી મોટી મુસિબત છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને બીજા કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે આ આગેવાનોને કારણે કોંગ્રેસની જે મત બેંક હતી તેમાં પણ ગાબડા પડ્યા છે.

ભાજપે નવો ચહેરો ઉતાર્યો

બીજી તરફ ભાજપે બનાસકાંઠા લોકસભામાં નવા ચહેરા ને તક આપી છે બનાસ ડેરીના સ્થાપક ગલબા ભાઈના પૌત્રી અને શિક્ષિત ઉમેદવાર ડો રેખા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે અહિં રેખાબેન માટે જો કેટલીક જમા બાબતોની વાત કરીએ તો, મોદીના ચહેરાને ધ્યાને રાખીને લોકો મત આપી રહ્યા છે. સાથે ભાજપનું બુથ મેનેજમેન્ટ મજબૂત હોય છે કાર્યકરો મજબૂત હોય છે અને મતદારોને તે મતદાન સુધી તેના કાર્યકરો લઈ જઈ શકે છે એટલે ભાજપને જીતનો જશ મળે છે. તો રેખાબેન ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે અને તેઓ એન્જિનિયરીંગ કોલેજમાં 20 વર્ષથી પ્રોફેસર છે. આમ શિક્ષિત મહિલા યુવા ચહેરા તરીકે મેદાને છે.

આ પણ વાંચો: નેશનલ ડિફેન્સ કોલેજ સહિત ચાર દેશના અધિકારીઓ પ્રાંતિજ પહોંચ્યા, આ વિષયની મેળવી માહિતી, જુઓ

મોટેભાગે છેલ્લી બે ટર્મથી મોદી લહેર ચાલે છે અને મોદી લહેરમાં ભાજપના ઉમેદવારની જીત થાય છે. રેખાબેનને પણ લાગી રહ્યુ છે કે મોદીના ચહેરાના લીધે તેમને જીત મળશે અને તેઓ પોતે લોક સંપર્ક કાર્યક્રમો સતત કરી રહ્યા છે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:49 am, Wed, 20 March 24

Next Video