Banaskantha : ખેમાણા ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો, ખેડૂતોએ આપી ‘રસ્તા રોકો આંદોલન’ની ચીમકી, જુઓ Video

Banaskantha : ખેમાણા ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો, ખેડૂતોએ આપી ‘રસ્તા રોકો આંદોલન’ની ચીમકી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 12, 2025 | 3:14 PM

બનાસકાંઠાના ખેમાણા ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો છે. ટોલ પ્લાઝાના મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. જેના પગલે 20 ગામના ખેડૂત આગેવાનોની રેલી સાથે સૂત્રોચ્ચાર કર્યો છે.

બનાસકાંઠાના ખેમાણા ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો છે. ટોલ પ્લાઝાના મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. જેના પગલે 20 ગામના ખેડૂત આગેવાનોની રેલી સાથે સૂત્રોચ્ચાર કર્યો છે. ટોલ તો નહીં જ ભરાય તેવું ખેડૂત આગેવાનોનું કહેવું છે. તો ખેડૂતો માટે ટોલ ફ્રીની જોગાવાઈ છતાં ગેરકાયદે ટોલ ઉઘરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 18 ઓગસ્ટે ટોલ પ્લાઝા પર રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે પાલનપુર-આબુરોડ હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝાને લઈ વિવાદ સતત વકરી રહ્યો છે.ગઈકાલે ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરે ખેડૂતોને ફ્રી જવા દેવાની કોઈ જોગવાઈ ન હોવાનું નિવેદન કર્યું હતું. ત્યારે ખેડૂત આગેવાનોનું કહેવું છે કે 20 કિ.મી. સુધીના વિસ્તારમાં ફ્રીની જોગવાઈ છે. તે મુજબ 20. કિ.મી. સુધીના વિસ્તારમાં ટોલ ફ્રી કરવામાં આવે. એક તરફ નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ફ્રી કરવાની ના પાડી રહી છે. તો બીજી તરફ ખેડૂતો ટોલ ભરવા તૈયાર નથી. હવે ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો