બનાસકાંઠા જિલ્લામાં રાસાયણિક ખાતરની તંગી, ખેડૂતો પરેશાન

બનાસકાંઠા જિલ્લામાં રાસાયણિક ખાતરની તંગી, ખેડૂતો પરેશાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 5:51 PM

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે 1.67 લાખ મેટ્રીક ટન રાસાયણિક ખાતરની જરૂરિયાત ઊભી થાય છે. પરંતુ તેની સામે રાસાયણિક ખાતરની આવક ઘટી છે.

ગુજરાતના(Gujarat) બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં રાસાયણિક ખાતરની(Fertilizer) તંગી ઊભી થતાં ખેડૂતો(Farmers) પરેશાનીનો સામનો કરી રહ્યા છે . જેમાં રવી સીઝનની શરૂઆતમાં વાવેતર માટે રાસાયણિક ખાતરની તાતી જરૂરિયાત છે.પરંતુ ખાતર ન મળતા ખેડુતોની મુશ્કેલીઓ વધી છે. તેમાં પણ બટાકાના વાવેતર માટે રાસાયણિક ખાતર જરૂરી હોઈ છે. પરંતુ જીલ્લાના અનેક ખેડૂતો એવા છે જે ખાતરની અછતના લીધે વાવેતર કરી શક્યા નથી.

ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી ખાતર ડેપો પર લાઇનો લગાવે છે. પરંતુ ખેડૂતોને ખાતર મળતું નથી.જેને લીધે ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે 1.67 લાખ મેટ્રીક ટન રાસાયણિક ખાતરની જરૂરિયાત ઊભી થાય છે. પરંતુ તેની સામે રાસાયણિક ખાતરની આવક ઘટી છે… ત્યારે સત્વરે સરકાર ખાતર પૂરું પાડે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સિંચાઇના પાણી માટે ધાંધિયા શરૂ થયા છે.રવિ સિઝન માટે પાણી આપવા માટે ખેડૂતો હવે મેદાને ઉતર્યા છે અને થરાદની ગડસીસરની માઇનોર એક અને બે કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવા માટે માંગ કરી રહ્યાં છે.

થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડૂતો માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરી છે.રવી સિઝનમાં નર્મદા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતો પરેશાન થયા છે અને તાત્કાલિક તેમની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :  જાણો શા માટે નર્મદા મહાઆરતી માટે શૂલપાણેશ્વર પાસે જ વિશાળ ઘાટ બનાવાયો, શું છે આ તીર્થનું મહત્વ અને ઈતિહાસ?

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીને લઈ કવાયત તેજ કરી , જન જાગરણ અભિયાન શરૂ કર્યું

Published on: Nov 14, 2021 05:45 PM
g clip-path="url(#clip0_868_265)">