Banaskanthaમાં જળબંબાકાર, અર્જુની અને બાલારામ નદીમાં ઘોડાપૂર, પાલનપુર-આબુ હાઈવે એકતરફથી કરાયો બંધ

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામના ડેમમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને (Rain) પગલે અર્જુની નદી બે કાંઠે વહેતી થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 9:57 AM

ધોધમાર વરસાદ (Rain) બાદ બનાસકાંઠામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. બનાસકાંઠામાં (Banaskantha) સાર્વત્રિક વરસાદ બાદ નદી-નાળા છલકાયા છે. વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે. ખેતરો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. હાઇવે પર પણ પાણી ભરાઇ ગયા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અર્જુની અને બાલારામ નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. તો પાલનપુર-આબુ હાઈવે (Palanpur-Abu Highway) એકતરફથી બંધ કરવામાં આવ્યો છે. મુશળધાર વરસાદ બાદ જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે.

બનાસકાંઠા જિલ્લાના વડગામના મોકતેશ્વર ડેમમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અર્જુની નદી બે કાંઠે વહેતી થઈ છે. અર્જુની નદીના નીર મોક્તેશ્વર ડેમમાં પહોંચતા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા. તો બનાસકાંઠાની બાલારામ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં નદી તોફાની બની છે. પ્રવાસીઓને નદીની નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે. કારણ કે નદીમાં વહેણ સતત વધી રહ્યું છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતી જરૂરી છે. બાલારામ નદી લાંબા સમય બાદ બે કાંઠે વહેતી થઈ છે.

આ તરફ બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરો પાણી પાણી થયા છે. ડીસાના માલગઢ ગામના ખેતરોમાં પાણી ભરાયા હતા. રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.

બનાસકાંઠાના પાલનપુરમાં નેશનલ હાઈવે લોકો માટે વાહનચાલકો માટે મુશ્કેલીજનક બની ગયો છે. ભારે વરસાદના કારણે મલાના પાટિયા પાસે 5 ફૂટ પાણી ભરાઈ ગયા છે. જેને પગલે પાલનપુર-આબુ હાઈવે એકતરફથી બંધ કરાયો છે. પાલનપુર હાઈવે પર રાજસ્થાનથી આવતા વાહનોની લાંબી કતારો લાગી છે. પાલનપુર-આબુ હાઈવે પર વાહનચાલકો અટવાયા છે. કલાકો સુધી કતારોમાં ઉભા રહેવું પડતું હોવાથી વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.. આ સમસ્યાનો નેશનલ હાઈવે ઓથોરિટી કાયમી ઉકેલ લાવે તે જરૂરી બની ગયું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">