Surat: તંત્ર દ્વારા Covid 19 મૃતકોના પરિજનોને સહાય આપવાનું કામ યુદ્ધના ધોરણે, રજા છતાં કામગીરી ચાલુ રાખી

Surat: કોરોનાના કાળમાં કેટલાય લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આવામાં હવે મૃતકોના પરિજનોને સરકાર સહાય પૂરી પાડી રહી છે. સુરતમાં આ કામગીરી યુદ્ધના ધોરણે શરુ થઇ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 4:32 PM

Surat: રાજ્ય સરકારે (Gujarat Government) કોરોના સહાયનું (Corona compensation) નવું ફોર્મ જાહેર કરવાની સાથે મહત્વનો આદેશ કર્યો હતો. જેને લઈને હવે સહાય આપવાની કામગીરી પણ શરુ થઇ ગઈ છે. કોરોના મૃતકના (Covid 19 Death) પરિવારજનોને અરજીના ફક્ત 10 દિવસમાં સહાય ચૂકવી દેવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે. તો મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આપેલા આદેશમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવાનું ઠરાવ્યું છે. તો સુરતમાં આ સહાયના આંકડા સામે આવ્યા છે.

રાજ્યમાં તેમજ સુરતમાં કોરોનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયા સહાય આપવાની શરૂઆત થઈ છે. જેને લઈને સુરત જિલ્લામાં પ્રથમ દિવસે 34 અને બીજા દિવસે 102 અરજીઓ જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર કરાઈ છે. આમ બે દિવસમાં 136 વારસદારોના ખાતામાં 50 હજાર રૂપિયા જમા થયા.

વાત કરીએ સુરત શહેરની. તો સુરત મનપા વિસ્તારમાં 186 અરજીઓ મંજૂર કરવામાં આવી. જિલ્લા કલેકટર કચેરીએ શનિવારની રજા છતાં કામગીરી ચાલુ રાખી વળતર ચૂકવ્યું હતું. આમ કોરોનાના મૃતકના પરિજનોને સહાય આપવાની કામગીરી તાબડતોબ ધોરણે શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Mumbai : ‘મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે’, કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર

આ પણ વાંચો: IND vs NZ: કાનપુર ટેસ્ટમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો, અય્યર, સાહા અને અશ્વિને મુશ્કેલ સ્થિતીમાં ચલાવ્યુ બેટ, ઇન્ડીયાનો દાવ ડિકલેર

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">