Rajkot Video : ધોરાજી નજીક આવેલા ભાદર – 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાયુ, સોયાબીન સહિતના પાકના વાવેતરમાં થશે લાભ
ગુજરાતમાં ચોમાસુ બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના ધોરાજી નજીક આવેલા ભાદર - 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યુ છે. ભાદર -2 ડેમમાંથી પાણી કેનાલ મારફતે સિંચાઇ માટે છોડવામાં આવ્યું છે.
ગુજરાતમાં ચોમાસુ બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના ધોરાજી નજીક આવેલા ભાદર – 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યુ છે. ભાદર -2 ડેમમાંથી પાણી કેનાલ મારફતે સિંચાઇ માટે છોડવામાં આવ્યું છે. 140 ક્યુસેક પાણી કેનાલ મારફત છોડવામાં આવ્યું છે. ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ પાણીની માગ કરી છે. ખેડૂતોની માગને ધ્યાનમાં રાખી અને ભાદર -2 ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ છે. કપાસમાં મગફળી,સોયાબીન અને તુવેર સહિતના વાવેતર કરતા ખેડૂતોને લાભ થશે.
નર્મદા ડેમમાં પાણીની સપાટી વધી
બીજી તરફ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ચોમાસા અગાઉ જ સરદાર સરોવર ડેમની સપાટી 123.38 મીટર નોંધાઈ છે. જો કે સરદાર સરોવર ડેમમાં 94,405 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. પાવરહાઉસમાંથી નર્મદા કેનાલમાં પાણીની જાવક 5,365 ક્યૂસેક છે. પાવરહાઉસમાંથી નર્મદા નદીમાં પાણી છોડાવવાની શક્યતા છે.

ખેડૂતો માટે ફાયદાકારક PM ધન ધાન્ય કૃષિ યોજનાને મોદી સરકારની મંજૂરી

કેબિનેટ બેઠકમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પર કડક એક્શન

સાબર ડેરી સામે પશુપાલકોનો રોષ, વાહનોમાંથી દૂઘ ઢોળી નાખ્યું, જુઓ વીડિયો

બ્રિજ દુર્ઘટના બાદ, 4 પુલ ભારે વાહનો માટે બંધ, 5 પુલ પૂર્ણપણે બંધ
