Mehsana : વડનગરના મોલીપુરમાં 12 વર્ષ સુધીના બાળકોમાં દેખાયા ઓરીના લક્ષણો, શંકાસ્પદ 91 કેસ મળી આવ્યા
રાજ્યમાં દિવસે-દિવસે બાળકોમાં ફેલાયેલો ઓરીનો (Measles) રોગચાળો વકર્યો છે. જેમાં કલોલ બાદ મહેસાણા જિલ્લામાં આ રોગચાળો સામે આવી રહ્યો છે. વડનગરના મોલીપુરમાં આજકાલ નાના બાળકો જેમના ઘરે છે એ વાલીઓ ખાસ ચિંતામાં મૂકાયા છે.
કોરોના પછી કોઈપણ રોગચાળાની વાત આવે તો ચિંતા થવી સ્વાભાવિક છે અને તેમાં પણ મહેસાણાના ઓલીપુરમાં તો બાળકોને લગતા ઓરીનો વાવર એવો ફેલાયો છે કે વાલીઓની મુંઝવણ વધી છે. રાજ્યમાં દિવસે-દિવસે બાળકોમાં ફેલાયેલો ઓરીનો રોગચાળો વકર્યો છે. જેમાં કલોલ બાદ મહેસાણા જિલ્લામાં આ રોગચાળો સામે આવી રહ્યો છે. વડનગરના મોલીપુરમાં આજકાલ નાના બાળકો જેમના ઘરે છે એ વાલીઓ ખાસ ચિંતામાં મૂકાયા છે. કેમકે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઓરીના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.
મહેસાણા જિલ્લાના વડનગરના મોલીપુરમાં ઓરીના શંકાસ્પદ 91 કેસ મળી આવ્યા છે. 12 વર્ષ સુધીના બાળકોમાં ઓરીના આ લક્ષણો દેખાયા છે. મોલીપુર ગામમાં 185 બાળકોએ ઓરીની રસી નહિ લીધી હોવાનુ બહાર આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 100 ટકા રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે. તો શંકાસ્પદ ઓરીના લક્ષણો સામે આવતા ગ્રામજનોને મીટીંગો કરી ઓરીની રસી લેવા સમજણ અપાઈ રહી છે.
મહત્વનું છે કે, રાજ્યમાં દિવસે-દિવસે બાળકોમાં ફેલાયેલો ઓરીનો રોગચાળો વકર્યો છે. લોકસભામાં રજૂ કરાયેલા ઓરીના આંકડા પ્રમાણે મોતની દ્રષ્ટીએ ગુજરાત બીજા નંબરે અને કેસની દ્રષ્ટીએ ગુજરાત ત્રીજા નંબરે છે. રાજ્યમાં અત્યાર સુધી 9 લોકોનાં મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 13 લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 8 જિલ્લા અને 3 મહાનગરોમાં ઓરીના કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ઓરીના 810 કન્ફર્મ અને 4 હજાર 183 શંકાસ્પદ કેસ નોંધાયા છે. કન્ફર્મ કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 457, સુરત શહેરમાં 86 અને અન્ય જિલ્લાઓમાં 267 કેસ નોંધાયા છે. અત્યાર સુધી 5.29 લાખ બાળકોને રસી આપવામાં આવી છે.