AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરાની SSG હોસ્પિટલમાં ખુલ્લી પડી તંત્રની પોલ,સ્ટ્રેચર ન મળતાં દર્દીને ખભે ઊંચક્યો! સવાલો વચ્ચે RMOએ આપ્યો આ જવાબ

વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી SSG હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીને સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળતા તેના પરિવારજનોને દર્દીને ઊંચકીને લઈ જવાની ફરજ પડી હોવાની ઘટના સામે આવી છે.

Breaking News : વડોદરાની SSG હોસ્પિટલમાં ખુલ્લી પડી તંત્રની પોલ,સ્ટ્રેચર ન મળતાં દર્દીને ખભે ઊંચક્યો! સવાલો વચ્ચે RMOએ આપ્યો આ જવાબ
Vadodara SSG Hospital NegligenceImage Credit source: TV9 Gujarati
| Updated on: Sep 30, 2026 | 2:41 PM
Share

વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી SSG હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીને સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળતા તેના પરિવારજનોને દર્દીને ઊંચકીને લઈ જવાની ફરજ પડી હોવાની ઘટના સામે આવી છે. એક જ મહિનામાં આ પ્રકારની ત્રીજી ઘટના સામે આવતા હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

સૂત્રો અનુસાર, દર્દીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે, સ્ટ્રેચર ઉપલબ્ધ ન થતાં પરિવારજનો દર્દીને ઊંચકીને લઈ જવા માટે મજબૂર બન્યા હતા. હોસ્પિટલમાં વારંવાર આવી સ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપો વચ્ચે દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી મુશ્કેલી અંગે પણ સવાલો ઉભા થયા છે.

ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે: હોસ્પિટલના RMO

આ મામલે SSG હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને જે કોઈ જવાબદાર જણાશે તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં કહ્યું કે સંબંધિત એજન્સીને અગાઉ પણ નોટિસ આપવામાં આવી છે અને આ મામલે પણ નોટિસ આપવામાં આવશે.

RMOના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પૂરતા સર્વન્ટ ઉપલબ્ધ રહે તે માટે સંબંધિત એજન્સીને વારંવાર સૂચના આપવામાં આવે છે. હોસ્પિટલમાં ઉપલબ્ધ સ્ટાફ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં આવી ઘટના બને છે ત્યારે જવાબદાર વ્યક્તિ કે એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવે છે.

SSG હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી

એક મહિનામાં બે વખત આવી જ ઘટનાઓ બન્યા બાદ માત્ર નોટિસ આપવામાં આવી હોવા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓ મોટાભાગે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાંથી આવતા હોવાથી તાત્કાલિક સારવાર દરમિયાન મૂળભૂત સુવિધા ન મળવી ગંભીર બાબત હોવાનું પણ સામે આવ્યું છે.

હોસ્પિટલ તંત્રએ સ્ટાફની અછત હોવાની વાત સ્વીકારી છે. મહેકમ વધારવા માટે સરકાર અને સંબંધિત એજન્સીને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવાનું RMOએ જણાવ્યું છે. હવે સવાલ એ છે કે વારંવારની નોટિસ છતાં આવી ઘટનાઓ કેમ અટકતી નથી? દર્દીઓને સમયસર સ્ટ્રેચર કે વ્હીલચેર જેવી મૂળભૂત સુવિધા ક્યારે મળશે?

આ પણ વાંચો, Breaking News : ભાજપ સાંસદે આદિવાસીઓ માટે PM મોદીને પત્ર લખ્યો, અન્યાય થતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા, જુઓ Video

Follow Us
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
g clip-path="url(#clip0_868_265)">