Breaking News : ગુજરાતમાં AAPની લોકપ્રિયતાથી BJP ડરી, AAPના કાર્યકરો-હોદેદારોને જેલોમાં પૂરીને, ગુજરાત સરકાર જેલભરો આંદોલન ચલાવે છે

| Edited By: | Updated on: Apr 02, 2026 | 6:59 PM

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળવા માટે સમય ફાળવવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પત્ર લખ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને ડામવા માટે ગુજરાત સરકાર એક પછી એક કાર્યકરો અને હોદ્દેદારોને જેલમાં ધકેલી રહી છે. એવુ લાગે છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિવિધ જેલમાં ધકેલી દઈને, ભાજપ સરકાર જેલભરો આંદોલન ચલાવી રહી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને, પત્ર લખીને રૂબરુ મુલાકાત માટે સમય ફાળવવા માટે અપીલ કરી છે. આમ આદમી પાર્ટીમાંથી સામે આવી રહેલા સમાચાર અનુસાર,, અરવિંદ કેજરીવાલે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સામે ગુજરાત સરકારે અપનાવેલ રીતિનીતિ સામે રજૂઆત કરવા સમય માંગ્યો છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, અરવિંદ કેજરીવાલ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રૂબરુ મળીને આમ આદમી પાર્ટીના 160 કાર્યકર્તાઓને જેલમાં ઠોંસી દીધા હોવા અંગે રજૂઆત કરવા માંગે છે. અરવિંદ કેજરીવાલને એવા કોઈ વાવડ મળ્યા છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે, રાજ્ય સરકાર આમ આદમી પાર્ટીના નાના મોટા 10,000 કાર્યકરોને યેનકેન પ્રકારે જેલમાં પૂરવા માંગે છે. ગુજરાતમાં દિન પ્રતિદિન આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાથી ડરી જઈને ભાજપની સરકાર આમ આદમી પાર્ટીના કાર્યકરોથી જેલભરો આંદોલન કરી રહી છે.

AAPમાં મોટું ‘ઓપરેશન’ : રાઘવ ચઢ્ઢાની પાંખો કપાઈ ! પક્ષે લીધા એવા પગલાં કે રાજ્યસભામાં બોલવા પર પણ લાગ્યો ‘બ્રેક’

Published on: Apr 02, 2026 06:50 PM
Follow Us