અમદાવાદ સમાચાર : હવામાં ભળ્યું ઝેર! શહેરનું AQI 150 પાર, પ્રદૂષિત હવામાં મણિનગર મોખરે
અમદાવાદ શહેરમાં હવાના પ્રદૂષણનો આંકડો 150ની ઉપર પહોંચી ગયો છે. જે એક ચિંતાનો વિષય છે.એર ક્વાલિટી ઇન્ડેક્સની માહિતી પ્રમાણે શહેરમાં સૌથી વધુ હવા પ્રદૂષણ મણિનગર વિસ્તારમાં ફેલાયું છે.જે બાદ રખિયાલ, વટવા GIDC-4, ગ્યાસપુર અને ચાંદખેડા વિસ્તાર પણ સામેલ છે. શહેરના મોટાભાગના વિસ્તારો એવા છે જ્યાં હવા પ્રદૂષણનો આંકડો 100 પર પહોંચ્યો છે.
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ વધી રહ્યું છે. હવાના પ્રદૂષણમાં વધારો થતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરમાં હવાના પ્રદૂષણનો આંકડો 150ની ઉપર પહોંચી ગયો છે. જે એક ચિંતાનો વિષય છે. એર ક્વાલિટી ઈન્ડેક્સની માહિતી પ્રમાણે શહેરમાં સૌથી વધુ હવા પ્રદૂષણ મણિનગર વિસ્તારમાં ફેલાયું છે.જે બાદ રખિયાલ, વટવા GIDC-4, ગ્યાસપુર અને ચાંદખેડા વિસ્તાર પણ સામેલ છે.
શહેરના મોટાભાગના વિસ્તારો એવા છે જ્યાં હવા પ્રદૂષણનો આંકડો 100 પર પહોંચ્યો છે. જો હવા પ્રદૂષણનો આંકડો 50ની નીચે હોય તો સારૂં કહેવાય અને આ આંકડો વધીને 50થી 100 વચ્ચે રહે તો સામાન્ય સ્થિતિ ગણાય છે. તેમજ હવા પ્રદૂષણનો આંકડો 100થી 200 વચ્ચે રહે ત્યારે તે ખૂબ ચિંતાનો વિષય છે. તો બીજી તરફ દિવાળીનો તહેવાર પણ નજીક હોવાથી પ્રદૂષણમાં વધારો થવાની સંભાવના છે. લોકોએ પણ પ્રદૂષણને અટકાવવા પ્રયાસ કરવા જોઈએ.
